
મહિસાગર, મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાગવાદળો સાથે અંધકારમય દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેડૂતે પોતાના મોંઘા ભાવના બિયારણો મકાઈ, ઘઉં, ચણા જેવા પાકની ખેતી કરી હોય પરંતુ પોતાનો પાક ખેતરે પાકીને તૈયાર થયો તેની સાથે વિવિધ પાકની કાપણી કરવામાં આવી રહી છે. હાલમાં ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતનો જીવ પડીકે બંધાય તેવી પરિસ્થિતિ મહીસાગર જિલ્લામાં જોવા મળી હતી. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડે તેવી ખેડૂતોમાં પણ એક ચિતા હતી. ત્યારે જગતનો સાથ અનેક મુશ્કેલીનો વધારો થતો જોવા મળ્યો હતો. ત્યારે ઠેર ઠેર ખેડૂતો મહીસાગર જિલ્લામાં ચિંતામાં મુકાયા હતા. ત્યારે જો વાદળછાય વાતાવરણના લીધે કમોસમી વરસાદ શરૂ થાય તો ખેડૂતોના ખેતરે મકાઈ, ઘઉં ચણા સહિતના પાકની કાપણી કરી હોય ત્યારે આ પાકને મોટું નુકશાન થવાની શક્યતા જોવા મળતા ખેડૂતોને અનેક મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળ્યો હતો.