- મહીસાગર જીલ્લાના વડીલો, મહિલાઓ અને યુવાઓ સવાર સવારમાં જ મતદાન માટે ઉમટ્યા.
મહીસાગર, લોકશાહીના અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાનની શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ છે. ત્યારે મહીસાગર જીલ્લામાં વડીલો, મહિલાઓ અને યુવાઓ સવાર સવારમાં જ મતદાન માટે ઉમટ્યા હતાં અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સાથે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં પણ નાગરિકો ઉત્સાહભેર મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી રહ્યાં છે.
મહીસાગર જીલ્લાવાસીઓમાં ચૂંટણીનો અનોખો ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. સમાવેશી ચૂંટણી માટે દિવ્યાંગો, વૃદ્ધો, થર્ડ જેન્ડરો અને મહિલા મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, તેમજ હીટવેવને ધ્યાને રાખીને તમામ મતદાન મથકો ખાતે પીવાના પાણીની વ્યવસ્થા, છાયાની વ્યવસ્થા તેમજ ઘછજ અને જરૂર પડે તો સારવારની વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી છે.