- ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડુતોની નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે.
મહિસાગર, ભારત સરકાર દ્વારા 2022-23 માટે મગ માટે રૂ.7755 પ્રતિ કિવન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે. ટેકાના ભાવે ખરીદી આગામી તા.01-06-2023થી શરૂ કરવામાં આવશે. ખરીદી અન્વયે તા.29-05-2023થી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડુતોની નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે.
આથી મહિસાગર જીલ્લાના ખેડુત મિત્રોને જણાવવાનું કે, ટેકાના ભાવ અંતર્ગત ખરીદી નોંધણી પ્રકિયા તા.29-05-2023થી ચાલુ થતી હોઈ જેથી તમામ ખેડુત મિત્રો પોતાની ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેંન્દ્રો ખાતેથી VCE મારફતે નોધણી કરાવવા માટે જાણ કરવામાં આવે છે.