મહિસાગર જિલ્લામાં વિધાર્થીઓને શાળામાંથી જાતિ પ્રમાણપત્ર મળે તેવી સુવિધા કરવા માંગ

બાકોર, મહિસાગર જિલ્લામાં વિધાર્થીઓને જાતિના પ્રમાણપત્રો શાળામાંથી જ મળી શકે તેવી સુવિધા ઉભી કરવા માંગ કરાઈ છે.

ખાનપુર તાલુકામાં બક્ષીપંચની વસ્તી વિશેષ પ્રમાણમાં છે. ત્યારે બાળકોને જાતિ પ્રમાણપત્રની દરખાસ્ત જુની પ્રણાલી પ્રમાણે વિધાર્થીની શાળા દરખાસ્ત કરી જે તે વડી કચેરી મારફતે તે પ્રમાણપત્રો શાળાને મોકલી આપવામાં આવે તેવી પ્રજાની માંગણી છે. જેથી વિધાર્થી અને વાલીઓના સમય, નાણાંનો બચાવ થાય તેમજ સરકારી ઓફિસોના ધકકા ખાવામાંથી મુક્તિ મળે તેમ પ્રજા ઈચ્છી રહી છે. રાજયના અન્ય તાલુકા અને જિલ્લામાં આ પ્રકારની વ્યવસ્થા છે. જેથી મહિસાગર જિલ્લામાં પણ આ પ્રકારની સુવિધા ઉભી કરવા માંગ કરાઈ છે. જેથી તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરી વિધાર્થીઓને શાળા મારફતે શાળાના પ્રમાણપત્ર સાથે જાતિ પ્રમાણપત્ર મેળવી શકે એવી સુવિધા શરૂ કરવા પ્રજાની માંગ છે.