મહિસાગર જીલ્લામાં RBSK યોજના અંતર્ગત ઉઠેલા વાન કૌભાંડના ધુમાડા !!!

  • જીલ્લાભરમાં કાર્યરત 21 વાહનો પૈકી મોટેભાગે ભંગારગ્રસ્ત વાહનો.
  • ટેન્ડરના શરતોનું સરેઆમ ઉલ્લંધન કરતી કોન્ટ્રાકટ એજન્સી.
  • ટેકસી પાર્સીંગ, ફિટનેસ સર્ટીફિકેટ, સીએનજી પાર્સીંગ, ઈન્સ્યોરન્સ અને અગ્નિશામક સાધન જેવી ફરજીયાત રાખવાની જોગવાઈઓની ઐસી તૈસી કરતી એજન્સી.
  • 80 ઉપરાંત આરોગ્ય સ્ટાફ તથા બાળદર્દીઓ જાનના જોખમે મુસાફરી કરી રહ્યા છે.
  • ખાનગી વાહન ચાલકો સામે નીતિનિયમોનો ભંગ હોય તો દંડનીય રકમ વસુલવામાં આવે છે તો આવા વાહનો સામે અનદેખી.
  • કોઈ દુર્ધટના ધટે તો જવાબદારી કોણી ?
  • કેટલીક જગ્યાએ વાહનોનો દુરઉપયોગ થતો હોવાની ફરિયાદો વચ્ચે આકસ્મિક તપાસ સક્ષમ અધિકારીઓ કરશે કે કેમ ?

ગોધરા,મહિસાગર જીલ્લામાં આરોગ્ય શાખા અંતર્ગત RBSK યોજના અંતર્ગત ચાલતા 21 જેટલા વાહનો ટેકસી પાર્સીંગ, ફિટનેસ સર્ટીફિકેટ, સીએનજી પાર્સીંગ, ઈન્સ્યોરન્સ અને અગ્નિશામક સાધન જેવી ફરજીયાત રાખવાની જોગવાઈઓ અને જે ટેન્ડરના નીતિનિયમોનો ભંગ કરીને વિવાદાસ્પદ કોન્ટ્રાકટ એજન્સી દ્વારા અધિકારીઓ સાથે મીલીભગતથી સરકારી નાણાંનો દુરઉપયોગ કરીને કૌભાંડ આચરાયા હોવાની ઉઠેલા ધુમાડા વચ્ચે મસમોટી રકમ ભાડા પેટે ચુકવણા અંગે જીલ્લા તંત્ર મૌન સેવીને બેસતા પ્રજામાં અનેક શંકાકુશંકાઓ વ્યાપી છે. જોકે, કેટલાક સ્થળોએ સાચા અર્થમાં ઉપયોગ થાય છે. તે પણ આ ગેરરીતિ સંદર્ભે તપાસ થાય તેા હકીકત બહાર આવે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

કેન્દ્ર સરકારની અનેક મહત્વકાંક્ષી અને ઉપયોગી પૈકીની RBSK(રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) યોજના અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોને વખતોવખત ઉદ્દભવતી બિમારી અને સારવાર તથા સંદર્ભ સારવાર અંગે ધરે થી હોસ્પિટલ સુધી સલામત અને સમયસર પહોંચાડવા માટે વાન સર્વિસ વાહન મફત ઉપ્લબ્ધ કરાવવામાંં આવે છે. ત્યારે શુભહેતુથી મહિસાગર જીલ્લામાં યોજના અંતર્ગત 21 જેટલા વાહનો કાર્યરત છે. જેમાં 2- તબીબ, 2- ફાર્માસીસ, 2- એફ.એસ.ડબલ્યુ મળીને કુલ 80 ઉપરાંત આરોગ્ય સ્ટાફ વાન સાથે બાળ દર્દીઓને બેસાડીને સારવાર અર્થે ખસેડવામાં અથવા સારવાર બાદ ધરે મુકવા જતો હોય છે. ગત વર્ષે જ ટેન્ડરમાં કોઇપણ પ્રકારની સ્પષ્ટતા ન હોવાને કારણે સ્થાનિક તંત્રના અધિકારીઓની મીલીભગતથી ગેરરીતિ આચરવાનું મોકળું મેદાન મળ્યાની ગંભીર રજુઆતો ઉઠતા આખરે ટેન્ડર રદ કરીને માત્ર એકાદ માસની અંદર પૂન: સરકારની સુચના અનુસાર જોગવાઈઓ અને શરતો ઉમેરીને બહાર પાડવામાં આવતા બાલાજી કોન્ટ્રાકટ એજન્સીને ટેન્ડર પ્રાપ્ત થયું હતું. પરંતુ આ એજન્સીને કોઇ પૂછનાર નથી, કોઈ જોનાર નથી, કોઇ ક્રોસ વેરીફિકેશન સક્ષમ અધિકારી નથી. જેવી તુમાખી રાખીને ખુલ્લેઆમ નીતિનિયમોનો અમલ કરવાના બદલે ઉલ્લંધન કરવામાં આવી રહ્યાની બુમો ઉઠવા પામી છે. મળેલી જાણકારી અનુસાર આ જીલ્લામાંં વિવિધ વિસ્તારોમાંં કાર્યરત વાહનો ઈકો છે. પરંતુ આ તમામ વાહનોમાં સંર્પૂણપણે ટેન્ડરની શરતોનું પાલન કરવામાં આવતુંં નથી. વર્ષ 2022-23 દરમિયાન આર.બી.એસ.કે.વાહનોનું ટેન્ડરીંગ મેળવનાર બાલાજી કોન્ટ્રાકટ એજન્સી ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેમાંં પ્રથમ દ્રષ્ટિએ મોટાભાગના વાહનો ખખડધજ હાલતમાં જોવા મળે છે. અને વાહનો ઉપર સરકારની યોજનાનું બ્રાન્ડીંગ દર્શાવતી જાહેરાતપણ ચોંંટાડેલ જોવા મળતું નથી. જ્યારે આ 21 વાહનોની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો અને મળેલી ગેરરીતિના સજજડ પુરાવા આધારે રજુઆત કર્તાઓ જણાવી રહ્યા છે કે,7,50,000 કિલો મીટર પૂર્ણ કરી ચુકેલા બિસ્માર અને કટાઈ ગયેલા ભંગાર ગ્રસ્ત વાહનો દોડાવાઈ રહ્યા છે. ટેકસી પાર્સીંગ મેળવેલ નથી, સીએનજી કીટ ગોઠવેલી છે પરંતુ પાર્સીંગ મેળવાયેલ નથી, જીપીએસ સીસ્ટમ ગોઠવાયેલ નથી, ફિટનેસ સર્ટીફિકેટ પણ મેળવેલ નથી, સરકાર દ્વારા નકકી કરાયેલ ટેન્ડરમાં મુકાયેલ શરતોને ઘોળીને પી જનાર એજન્સીઓએ માત્ર વાહનો દેખાડવા ખાતર અને મુકવા ખાતર મુકયા હોય તેવું ફલિત થાય છે. આ નિયમોના ભંગ બદલ અવારનવાર રજુઆત કરવા છતાં આરોગ્ય તંત્રના સક્ષમ અધિકારીઓના પેટનુંં પાણી હાલતુંં નથી. અને સબ સલામત હોવાનું જણાવીને હાથ ઉપર હાથ દઈ બેસી રહ્યા છે. ખાસ કરીને આવા ખખડધજ અને ભંગારગ્રસ્ત વાહનોમાં 0 થી 18 વર્ષના બાળ દર્દીઓને જાનના જોખમે કોન્ટ્રાકટ એજન્સી હેરાફેરી કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારો માંથી તાલુકા કે જીલ્લાકક્ષાએ બાદ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સુધી હોસ્પિટલમાં ખસેડવા માટે આવી જ ભંગારગ્રસ્ત વાહનોનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. બીજી તરફ કેટલાક વાહનો ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી મુસાફરો બેસાડીને હેરાફેરી કરતા હોય છે. અથવા તો સવારે હાજરી પુરાયા બાદ ખાનગી મુસાફરીમાં વાહનો દોડતા હોય છે. અને આ સરકારી સેવામાં કોન્ટ્રાકટમાં મુકાયેલ વાહનો સામે હાજરી બદલ બારોબાર ગેરરીતિ પૂર્વક નાણાંં ચુકવવામાંં આવી રહ્યા પણ કેટલાક મુસાફરો જણાવી રહ્યા છે. વખતોવખત ટેન્ડર પ્રમાણે તમામ વાહનો ઉપ્લબ્ધ કરાવાયા છે. અને સરકારના આર.ટી.ઓ. તંત્ર મુજબ પુરતા દસ્તાવેજ ઉપ્લબ્ધ છે કે કેમ તેની તપાસ કરવાની હોય છે. પરંંતુ જ જવાબદાર અધિકારીઓની જ જાણે સંડેાવણી હોય તેમ કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી. જોકે, રજુઆત બાદ પણ તપાસની તજવીજ માટે મગનુંં નામ મરી નહીં પાડતા અને જો સંભવિત કોઈ દુર્ધટના સર્જાય તો જવાબદાર કોણ ? તેવી ચિંતાઓ વચ્ચે વાનમાં સારવાર આપતા 4 આરોગ્ય સ્ટાફ, બાળ દર્દીઓ અને માતા-પિતાઓમાં જાનના જોખમે મુસાફરી થઈ રહી હોવાની દહેશત વ્યાપી છે.

નિયમોનુંં ઐસી તૈસી હોવા છતાં ભાડા પેટે મસમોટી રકમ એજન્સીને પધરાવાઈ….???

જાણવા મળ્યા અનુસાર આરોગ્ય તંત્રમાં પ્રસિદ્ધ થયેલા ટેન્ડર મંજુર થયા બાદ ખાનગી બાલાજી એજન્સીને તમામ તાલુકાના વાહનોના કોન્ટ્રાકટ આપેલ છે. પરંતુ તમામ બાબતોનું ઉલ્લંધન કરવામાં આવી રહ્યાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને ખખડધજ હાલતમાં મુકેલા વાહનો હોવાની જાણ સક્ષમ અધિકારીઓને જાણ હોવા છતાં અધિક નિયામકના આદેશનું પાલન નહી કરીને જી.પી.એસ. અને બ્રાન્ડીંંગ વગરના વાહનો પેટે મસમોટી રકમ ચુકવીને નાણાંકીય દુરઉપયોગ થવા પાછળ આવા દોષિત અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જાગૃત નાગરિકોમાં માંગ ઉઠી છે.