મહીસાગર જિલ્લામાં પત્રકારત્વના ઓઠા હેઠળ તોડપાણી કરતા ઇસમ વિરૂધ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

  • પીળું પત્રકારત્વ આચરતા બની બેઠેલા પત્રકારો લેભાગુ તત્વોમાં ફફડાટ

મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પત્રકારત્વના ઓઠા હેઠળ પીળું પત્રકારત્વ આચરતા કેટલાક અસામાજિક તત્વોની ગેરકાયદેસર નાણાંની માંગણીની બૂમો ઉઠી રહી છે ત્યારે મલેકપુર વિસ્તારમાં આવા ઇસમ વિરૂધ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાતા બની બેઠેલા પત્રકારો લેભાગુ તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે રહેતા રામેશ્વર રેસ્ટોરન્ટ ચલાવતા ફરિયાદી મુકેશભાઈ ચૌધરી રહે લેબાની વાવો તા. કડાણા જિ.મહિસાગર હાલ રહે મલેકપુર બ્રાહમણવાસ તા. લુણાવાડા જી. મહીસાગર અને મનીષભાઈ ચૌધરી પાસે આરોપી રાજેશ ભીમજીભાઈ પટેલીયા રહે. જીવણજીના છાપોરા તા. લુણાવાડા જિ.મહિસાગરએ રૂપિયા પંદર હજારની માંગણી કરી રૂપિયા પાંચ હજાર કઢાવી તેમજ સાહેદ (2) ચિરાગભાઈ ડબગર રહે. લુણાવાડા શહેરા દરવાજા તેઓની મોબાઈલની દુકાન મલેકપુર ચોકડી પાસે આવેલ તેઓ પાસે પણ દશામાંની મુર્તિ ખંડીત થઇ ગયેલ છે અને હિન્દુઓનુ અપમાન કરેલ છે તેના બહાના હેઠળ બળજબરીપુર્વક રૂ.5000/- કઢાવી લઈ તેમજ સાહેદ (3) જયદિપસિહ મનસુખભાઈ પટેલીયા રહે. મોટા ધરોળા તા કડાણા પાસે પણ પૈસાની અવાર નવાર માગણી કરી આરોપી પોતે ફરીયાદી તેમજ સાહેદોને હુ પ્રેસ રીપોર્ટર છુ તેમ કહી ફરીયાદીને જણાવેલ કે તુ કેવો ધંધો કરે છે.

અને પૈસા નહી આપીશ અને કોઈક જગ્યાએ મળીશ તો તારા હાથપગ તોડી નાખીશ તેવી મહાવ્યથાના ભયમાં મુકી ફરીયાદી સાહેદો પાસેથી બળજબરીપુર્વક પૈસા કઢાવી તેમજ પૈસા કઢાવવાની કોશીશ કરી ફરીયાદીને મા બહેન સમાણી ગાળો પોલી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યા બાબતે આરોપી રાજેશ પટેલીયા વિરૂધ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે ઇગજ કલમ:- 308(5), 115(2), 352, 351(2) મુજબ પોલીસ ફરિયાદ નોંધાતા પીઆઇ ડી કે ઠાકરે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.