
- ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ગંભીર ફરિયાદો તથા આક્ષેપો છેલ્લા ઘણા સમયથી ઉઠી હતી.
- નક્કી કરેલ ધારાધોરણ મુજબની PVC પાઈપના બદલે તકલાદી પાઈપો નાખવામાં આવી.
- કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં થયેલ હોવાનુંં બહાર આવ્યું.
લુણાવાડા, મહીસાગર જિલ્લામાં જળ અને સ્વચ્છતા એકમ હેઠળ ચાલતા કામોમાં ભારે ગેરરીતિ આચારવામાં આવી હોવાનુંં રાજકોટ વિજીલન્સ ટીમ દ્વારા જુદા જુદા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું બહાર આવતાંં રાજય સરકારે ફરજ બજાવતા વાસ્મો કચેરીના યુનિટ મેનેજર એ.જી.રાજપુરા સમેત 7 જેટલા કર્મચારીઓની સામુહિક બદલીઓ સાથે સસ્પેન્ડ કરવા સુધીના આકરા તેવરો દેખાડવામાં આવતા નલ સે જલ યોજનાના વહીવટી તંત્ર અને ગેરરીતિઓ આચરનારા ઈજારેદાર ચહેરાઓમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે. મહીસાગર જિલ્લામાં જળ અને સ્વચ્છતા એકમ હેઠળ ચાલતા કામોમાં કર્મચારીઓ અને ખાનગી એજન્સીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ગંભીર ફરિયાદો તથા આક્ષેપો છેલ્લા ઘણા સમયથી થયા છે. રાજ્ય સરકારે એસ્ટીમેન્ટ મુજબ નક્કી કરેલ ધારાધોરણ મુજબની PVC પાઈપના બદલે તકલાદી પાઈપો નાખવામાં આવી હોવાની બૂમો ઉઠી હતી. ઉપરાંત ગેલ્વોનાઇઝના કોક ના બદલે સાદા પ્લાસ્ટિકના કોક બેસાડી ઇજારદારો અને કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં થયેલ હોવાનું માલુમ પડતા ચાલતા કામોની ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરીઓ અધુરી અને તકલાદી હોવાની ઉભી થયેલ ગંભીર ફરીયાદોના આધારે ગાંધીનગર થી શરૂ થયેલ તપાસોમાં રાજકોટ ખાતેથી તપાસો માટે આવેલ વિજીલન્સ ટીમ દ્વારા લુણાવાડા મુખ્ય મથક ખાતે આવેલ વાસ્મો કચેરીના અધિકારીથી લઈને તમામ સ્ટાફને સસ્પેન્ડ કરવાના આકરા તેવરો દેખાડતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે. મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરીઓનો કાર્યભાર સંભાળનાર લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીમાં રાજકોટ ખાતેથી વિજીલન્સ ટીમના સુપ્રીટેન્ડેન્ટ એન્જિનિયર ધરાબેન એ. વ્યાસ તથા કોમલબેન અડાલજાના તાબા હેઠળ ટીમોએ સુચના અનુસાર કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ વાસ્મોનો આઉટસોર્સિંગ સ્ટાફ આવેલ ટીમોને સહકાર આપવાના બદલે આંખ મિચોઇની રમત રમી સ્થળ ઉપરથી રફુચક્કર થઈ ગયો હતો. વાસ્મો કચેરીના યુનિટ મેનેજર એ.જી.રાજપુરા સમેત 6 જેટલા કર્મચારીઓની સામુહિક બદલીઓ સાથે સસ્પેન્ડ કરવા સુધીના આકરા તેવરો દેખાડવામાં આવતા નલ સે જલ યોજનાના વહીવટી તંત્ર અને ગેરરીતિઓ આચરનારા ઈજારદાર ચહેરાઓમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો તેમ કહેવાય છે.
એક તબક્કે ફીનાઇલ પી જવાની ચીમકીનો પ્રયાસ….
રાજકોટની ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન એમાં કહેવાય છેકે, વાસ્મો કચેરીના એક કર્મચારીએ અસહ્ય માનસિક ત્રાસના પગલે એક તબક્કે ફીનાઇલ પી જવાની ચીમકીનો પ્રયાસ કરતા રાજકોટ વિજીલન્સ ટીમના સત્તાધીશો પણ ચોંકી ગયા હતા. આ રીતે એક કર્મચારીએ ઉચ્ચતંંત્રની તપાસ ટીમની નાક દબાવીને તપાસ માંથી હેમખેમ બહાર નિકળવાના અખ્તયાર કરાયા હોવાનું જાણવા મળેલ છે.
એ.જી.રાજપરા, ના.કા.ઇ.(સિ) દ્વારા સહકાર અપાયો નહિં….
એ.જી.રાજપરા, ના.કા.ઇ.(સિ) હાલ મહિસાગર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમમાં યુનિટ મેનેજર તરીકે ફરજ બજાવી રહેલ છે. ‘નલ કે જલ’ની મહિસાગર જિલ્લાની કામગીરી દરમ્યાન ગેરરિતી અંગેની ફરિયાદોના સંદર્ભમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિજિલન્સ ટીમ બે દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવેલ છે. તપાસ દરમ્યાન ટીમના સભ્યોને જરૂરી દસ્તાવેજો પુરા પાડવામાં આવતા નથી અને પુરતી માહિતી આપવામાં આવતી નથી. આમ કરીને તેઓ દ્વારા તપાસમાં વિક્ષેપ કરવામાં આવી રહેલ છે. ઉપરાંત મહિસાગરની કચેરીના મોટા ભાગના કર્મચારીઓને રજા પર ઉતારી દેવામાં આવેલ કે જેના કારણે સ્થળ તપાસ કરવા આવેલ અધિકારીઓ તપાસની કામગીરી કરી શકત નથી. અત્યાર સુધી થયેલ તપાસ અન્વયેના મળેલ રિપોર્ટ મુજબ રેકર્ડ કરેલ માપની સામે અમુક ગામોમાં ઓછા માપની પાઇપો સ્થળ તપાસ દરમ્યાન મળેલ છે. અમુક કિસ્સામાં જે કંપનીની પાઇપ દર્શાવેલ સિવાયની કંપનીની પાઇપો સ્થળ ઉપર મળેલ છે. આમ, સ્થળ તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર અનિયમિતતા જણાતી હોઇ તેમજ સ્થળ તપાસમાં અસહકાર અને રૂકાવટના પ્રયત્નો ધ્યાને લેતાં રાજપરાને ફરજ ઉપર ચાલુ રાખવા હિતાવ જણાંતું નથી. સક્ષમ કક્ષાએથી લેવાયેલ નિર્ણય મુજબ રાજપરાની ઉપરોક્ત ગેરશિસ્ત બદલ ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-1971ના નિયમ – આ હેઠળ તાત્કાલિક અસરથી ફરજ મોકુફી હેઠળ મુકવામાં આવે છે. તેઓની સદર ફરજ મોકુફી નીચેની શરતોને આધીન રહેશે.
કોની કોની સામે થયેલી શિક્ષાત્મક કાર્યવાહી…
- એ.જી.રાજપરા, ના.કા.ઇ.(સિ) .
- મૌલેશ હિંગું, આસિસ્ટન્ટ મેનેજર (ટેક),
- દશરથ પરમાર, આસિસ્ટન્ટ (ટેક)
- ભાવિક પ્રજાપતિ આસિસ્ટન્ટ (ટેક)
- કર્મવીરસિંહ સિસોદિયા, આસિસ્ટન્ટ મેનેજર (ટેક)
- અલ્પેશ પરમાર, આસિસ્ટન્ટ (મિકેનિકલ)
- સૂરપાલસિહ બારૈયા, આસિસ્ટન્ટ મેનેજર (ટેક)
જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ, મહિસાગર