મહિસાગર જિલ્લામાં મોટરવાહનના બાકી રોડ ટેક્ષ ભરપાઈ કરવા તેમજ રજીસ્ટ્રેશન રદ કે નામફેરની કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે

મહિસાગર,

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, લુણાવાડાની અખબાર યાદી જણાવ્યા મુજબ એ.આર.ટી.ઓ., મહીસાગરના કાર્યક્ષેત્રમાં અ- કેટેગરી (રૂ.1,00,000/-થી વધુ (અંકે રૂપિયા એક લાખથી વધુ) રોડ ટેક્ષ બાકી હોય તેવા મોટરવાહન) ની તાલુકાવાઈઝ સંખ્યા અનુક્રમે સંતરામપુરમાં 5 (પાંચ), લુણાવાડામાં 12 (બાર), કડાણામાં ર (બે), ખાનપુરમાં 1 (એક) અને વીરપુરમાં 2 (બે) છે.

ગુજરાત મોટરવાહન અધિનિયમ- 1958 તેમજ તે અંતર્ગત બનેલા નિયમો મુજબ બાકી રહેલ રોડ ટેક્ષ પર દર માસે 1.5% વ્યાજ લેવા પાત્ર થાય છે. એ.આર.ટી.ઓ., મહીસાગરનાં કાર્યક્ષેત્રમાં હોય જેમાં મોટરવાહન સ્ક્રેપ થયેલ હોય તેવા 02 મોટરવાહન તેમજ મોટરવાહન વેચાણ આપેલ હોઈ તેવા 08 મોટરવાહન છે. જેથી આવા તેમજ રોડ ટેક્ષ ભરવાનો બાકી હોય તેવા તમામ મોટરવાહન માલિકને બાકી રોડ ટેક્ષ તાત્કાલિક ભરપાઈ કરવા તેમજ રજીસ્ટ્રેશન રદ કે નામફેરની કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવા જણાવવામાં આવે છે. આગામી દિવસોમાં બાકી રહેલ મોટરવાહન રોડ ટેક્ષ સબંધિત મોટરવાહન માલિકની પ્રોપર્ટી પર બોજો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેની તમામ મોટરીંગ પબ્લિકે નોંધ લેવી.