મહીસાગર જિલ્લામાં મતદાર વિભાગમાં મતદાન પુરૂં થવાના સમય પહેલાના 48 કલાક પહેલાનુ અમલવારી જાહેરનામું

મહિસાગર,

મહીસાગર જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવિન પંડયાએ સમગ્ર મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગમાં મતદાન પુરૂં થવાના સમય પહેલાના 48 કલાક એટલે કે, તા.03/12/2022ના સાંજના 05:00 કલાકથી કોઇ પણ વ્યક્તિ ચૂંટણી સબંધમાં કોઇ જાહેરસભા બોલાવશે નહી, યોજશે નહીં, સંબોધન કરશે નહી કે સરઘસ કાઢશે નહીં,સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન,એલ.ઇ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહી,મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઇ સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, કોઇ મનોરંજન કાર્યક્રમ યોજીને કે સમૂહ ભોજન યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરીણામ પર અસર કરે તેવા ઇરાદાવાળી કોઇ પ્રવૃત્તિ કરશે નહી.

મતદાન પુરૂ થવાના સમયની તુરત પહેલાના 48 ક્લાક ના સમયગાળા દરમ્યાન ઘેર ઘેર ફરીને ચુંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ નથી. પરંતુ આ સમયગાળા દરમયાન ચુંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિ જઇ શક્શે,પ્રતિબંધના સમય દરમ્યાન પક્ષના કાર્યકરો /નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી, મફલર પહેરી શકશે પરંતુ તેઓને બેનર્સ પ્રદશિત કરવાની મંજુરી આપી શકાશે નહી.