મહીસાગર જીલ્લામાં લોકસભા સામાન્ય ચુંટણી-2024 અનુલક્ષીને એસ.એમ.એસ.ના ઉપયોગ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પડાયું

મહીસાગર, મહીસાગર જીલ્લા મેજીસ્ટ્રેટ નેહા કુમારી દ્વારા જીલ્લામાં એસએમએસ ના ઉપયોગ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પડાયું આ હુકમથી ચૂંટણી અન્વયે કોઈ વ્યક્તિએ આચારસંહિતના ભંગ,ચૂંટણી કાયદાનો, ભારતના ચૂંટણી આયોગ દ્વારા વખતો વખત અપાતી સૂચના/આદેશનો ભંગ થાય તેવા વાંધાજનક મેસેજ શેર કરવા નહી.ચૂંટણી પ્રચાર માટે કરાયેલ જથ્થાબંધ(બલ્ક)મેસેજનો ખર્ચ ઉમેદવારે ખર્ચ રજીસ્ટરમાં નોંધવાનો રહેશે. મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલાના સમયગાળામાં ચૂંટણી પ્રચાર કે રાજકીય હેતુ માટે બલ્ક મેસેજ કરી શકાશે નહીં

આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે, જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ પોલીસને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવે છે