મહિસાગર, આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન 2023- 24 માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી,મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવી રહેલ છે જેનો જણસીની ખરીદી માટેનો સમયગાળો અગાઉ તા.15/06/2023. સુધી નિયત કરવામાં આવેલ હતો, જેમાં વધારો કરી ખરીદીનો સમયગાળો તા.15/07/2023 સુધી નિયત કરવામાં આવેલ છે. જેની તમામ ખેડૂતો ખાતેદારોએ નોંધ લેવા વિનંતી છે.
વધુમાં, સમગ્ર રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્પન્ન થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના તમામ ખરીદ કેન્દ્ર/ગોડાઉનો પર લઘુતમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી,મકાઇની ખરીદી તા.14/06/2023 થી અન્ય સુચના ન મળે ત્યાં સુધી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલ છે.પરિસ્થિતિ અનુકુળ થયેથી નિયત પ્રણાલી અનુસાર ટેકાના ભાવે ખરીદી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે, તેમ નાયબ જીલ્લા મેનેજર મહીસાગરની અખબારી યાદીમાં જણાવાયું છે.