મહિસાગર,મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાનાં 71 ગામોને પાણી પહોચાડતી હિન્દોલીયા જૂથ પાણી પુરવઠા યોજનાને પાણી પુરવઠા બોર્ડ,મહિસાગર દ્વારા હવેથી પાણીના જથ્થાને 60 એલ.પી.સી.ડી થી વધારી 100 એલ.પી.સી.ડી.લેખે તેમજ એકાંતરાનાં સ્થાને રોજે-રોજ 44 ગામોમાં અને 27 ગામોમાં માંગણી અનુસાર પીવાનું શુદ્ધ પાણી આપવાનું શરૂ કરેલ છે જેનાથી ગ્રામજનો ની સુખાકારીમાં વૃધ્ધી થનાર છે.
ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની તકલીફ અંગે પાણી પુરવઠા બોર્ડની ટોલ ફ્રી હેલ્પ લાઇન નં.1916 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.