મહિસાગર જિલ્લામાં ગ્રામસભાઓ અંતર્ગત જલ શપથ લેવાયા, જળનો જરૂરિયાત પુરતો ઉપયોગ અને બગાડ અટકાવવા શપથ

મહિસાગર,

ભારત સરકારના જલ શકિત મંત્રાલય દ્વારા 04 માર્ચ થી 30 નવેમ્બર 2023 દરમિયાન સમગ્ર દેશમાં Sustainability for Drinking Water ની થીમ પર જલ શકિત અભિયાન Catch the rain 2023 ની શરૂઆત થઈ રહી છે. તે અંતર્ગત તા.04 ના રોજ સ્વચ્છ સુજળ શકિત સમન (4એસ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે મહિસાગર જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં જલ શપથ લેવડાવી વિશેષ ગ્રામસભાઓ ભરવામાં આવી.

જિલ્લાના વર્ગ 1-2ના તમામ કર્મચારીઓને ગામોની ફાળવણી કરી નોડલ અધિકારી તરીકે ગ્રામસભામાં ઉપસ્થિર રહી આદર્શ રીતે ગ્રામસભા યોજાય તથા ગ્રામસભાના ઉદ્દેશો સિદ્ધ થાય અને વધુ લોકભાગીદારીથી તેનું સરળતાપુર્વક સંચાલન થાય તે રીતે તેમની હાજરીમાં તમામ મુદ્દાઓની ચર્ચા કરાવવાની રહેશે.

ગ્રામસભા અંતર્ગત ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જલ જીવન મિશન કાર્યક્મ હેઠળ નળ જોડાણની કામગીરીની સમીક્ષાતથા બાકી રહેલા કામો ઝડપથી થાય તેવા પ્રયત્નો, જો કામગીરી સંપુર્ણ રીતે થયેલ હોય તો કમ્પ્લીશન સર્ટીફીકેટમાં સરપંચ, તલાટી કમ મંત્રી અને યુનિટ મેનેજર વાસ્મોના સહી સિક્કા કરી ગ્રામસભાની વિડીયો ક્લીપ સાથે ભારત સરકારની વેબસાઈટ પર અપલોડ કરવા, 15માં નાણાપંચ હેઠળ થયેલા કામોનું સોશિયલ ઓડીટ કરાવવા લોકો સમક્ષ માહિતી રજુ કરવી, ઠરાવ પસાર કરવો, સુધારાત્મક સુચનો તથા ગ્રામસભામાં વધારેમાં વધારે લોકો આવે તેવી વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરવા વગેરે કામગીરી કરવામાં આવી.

જિલ્લામાં તમામ ગ્રામસભાઓમાં લોકો તરફથી પણ સારો પ્રતિશાદ મળ્યો હતો. લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપરાંત ગ્રામજનોએ ઉપસ્થિત નોડલ અધિકારીઓને પોતાના પ્રશ્ર્નો રજુ કરવાથી માંડી બાકી કામો માટે ખરડો પસાર કરવા માટેના કામમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.