- મહીસાગર જીલ્લામાં અત્યાર સુધી 438 જેટલી તાલીમો કરવામાં આવી જેમાં 11,000 ઉપરાંત ખેડૂતોએ તાલીમનો લાભ લીધો.
વધુ પડતા રાસાયણીક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગને કારણે ગુજરાત સહીત સમગ્ર વિશ્ર્વમાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો જોવા મળી છે. તે માટે પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે. આ ખેતીમાં ખેડૂતો માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર સુધીની જમીનમાં ખેતી કરી શકે છે. તે માટે મહીસાગર જીલ્લામાં દરેક ગ્રામ પંચાયતમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ મળી રહે તે માટે સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ તરફથી ક્લસ્ટર બેજ પ્રાકૃતિક ખેતીની તાલીમો યોજાઇ રહી છે.
જેમાં મહીસાગરમાં 71 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. દરેક ક્લસ્ટરમાં પાંચ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને દરેક ક્લસ્ટરમાં એક ફાર્મર માસ્ટર ટ્રેનર પસંદ કરવામાં આવે છે. જે પ્રગતિશીલ ખેડૂત અથવા જાતે પ્રાકૃતિક ખેતી કરતો હોય તેમાંથી એમને સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને ટીએમટી એટલે ટેકનિકલ માસ્ટર ટ્રેનર જે આત્મામાં બળિં અથવા એટીએમ તરીકે ફરજ બજાવતા હોય તેમ જ ખેતીવાડી વિભાગમાં ગ્રામસેવક અને વિતરણ અધિકારીની ફરજ બજાવતા હોય તેઓને નિમણૂંક કરવામાં આવે છે. જેઓ આ દરેક પંચાતમાં ખેડૂતોને ભેગા કરીને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપે છે.
આ તાલીમમાં ખેડૂતોને પ્રારંભિક બીજામૃત, જીવામૃત જેવા મૃત અને મિશ્ર પાક પદ્ધતિથી ખેતી કરવા માટે શીખવાડવામાં આવે છે. આ ખેતી પદ્ધતિમાં તાલીમ આપનાર એ પ્રાકૃતિક ખેતીના તમામ આયામોની માહિતી માર્ગદર્શન અને નિદર્શન પણ આપે છે. રાજ્યમાં વધારે પ્રાકૃતિક ખેતી કરવા માટે આ પ્રકારની પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ખાસ અનિવાર્ય છે. જેને ઝુંબેશ સમગ્ર રાજ્યમાં પણ ચાલી રહી છે. અત્યાર સુધી મહીસાગર જીલ્લામાં 438 જેટલી તાલીમો કરવામાં આવી હતી અને 11,000 ઉપરાંત ખેડૂતોએ આ તાલીમનો લાભ લીધો છે તેમ જ મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને પોતાની જમીન તેમજ આરોગ્ય બચાવવા માંગે છે. સમગ્ર ટીમનો મોનિટરિંગ વર્ગ એક અને વર્ગ-2 ના અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યું છે.