મહીસાગર જીલ્લામાં ડાંગર અને સોયાબીનની વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું

  • મહીસાગર જીલ્લાના ખેડૂત મિત્રોને વહેલા તે પેહલા ના ધોરણે લાભ લેવા જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે.

મહીસાગર જીલ્લામાં કૃષિવિભાગની એસ.આર.આર અને એન.એફ.એસ.એમ. યોજના અંતર્ગત ડાંગર અને સોયાબીનની વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું.

ડાંગર પાકમાં જી.આર.13, જી.એન.આર.3, જી.આર.17 તથા સોયાબીન પાકમાં જે.એસ.2098 અને એન.આર.સી.127 જાત સહાય થી આપવામાં આવે છે. ડાંગરના પાકમાં 25 કિલો બિયારણમાં 500 રૂપિયા સોયાબીનના પાકમાં 25 કિલો બિયારણમાં 1000 રૂપિયા સહાય આપવામાં આવે છે.

વહેલા તે પહેલાના ધોરણે વિતરણની કામગીરી ચાલુ હોય મહીસાગર જીલ્લાના તમામ આ બાબતે લાભ લેવા જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે.