- તમામ તાલુકાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરી તેમાં જવાબદાર કર્મચારીઓની નિમણુક કરવા કરાયો આદેશ
મહીસાગર, બિપરજોય સાયક્લોન અંગે આગાહીના પગલે સમગ્ર રાજ્યનું તંત્ર આ કુદરતી આફતનો સામનો કરવા જીણવટપુર્વકની તૈયારીઓ સાથે સાવચેત અને સજ્જ છે. એવામાં મહીસાગર જીલ્લાના વહીવટ તંત્રને પણ કલેકટર મહીસાગરના આદેશથી આગામી દિવસોમાં આવનાર આફતનો સામનો કરવા સજ્જ રહેવા આદેશ કરાયા છે. જો કે, મહીસાગર જીલ્લામાં બિપરજોયથી થનાર નુકશાન કે તેના પ્રભાવની સંભાવના નહીવત છે, આમ છતાં આગમચેતી સ્વરૂપે તંત્ર કોઈ પણ આપદ્દાને પહોંચી વળે તે માટે કેટલાક પગલાઓ લેવામાં આવ્યા છે.
જીલ્લાના તમામ લાયઝન વિભાગોના કર્મચારી અને અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે, તમામ તાલુકા ક્ષેત્રે કંટ્રોલ રૂમ કાર્યરત કરી તેમાં જવાબદાર અધિકારી અને કર્મચારીઓની ત્વરિત નિમણુક અંગે આદેશ આપવામાં આવેલ છે, જીલ્લાના એ.પી.એમ.સી. અનાજના ગોડાઉન વગેરેને કોઈ નુકશાન ન થાય તથા કોઈ અઘટિત બનાવ ન બને તે અંગે સાવધાની સ્વરૂપે જરૂરી પગલા લેવા સુચનો કરવામાં આવ્યા છે, જીલ્લામાં જો કોઈ જગ્યાએ મુશ્કેલી સર્જી શકે તેવા બેનર કે હોર્ડિંગ્સ હોય તો તેને ઉતારી લેવાના આદેશ કરવામાં આવેલ છે તથા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તેવી શક્યતા જણાય તો તેવી જગ્યાએ સ્થાળાંતર કરી શકાય તેવા સ્થળોની ઓળખી કરી તે અંગે તૈયારી કરવા આદેશ આપવામાં આવેલ છે.
બિપરજોય વાવાઝોડું અંતર્ગત જીલ્લા અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં નીચે મુજબના કંટ્રોલરૂમ શરૂ કરવામા આવેલ છે જરૂર જણાયે તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી છે. જીલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર- 02674-252300/252301 ટોલ ફ્રી નંબર 1077, લુણાવાડા 02674-250013, ખાનપુર 02674-286451, સંતરામપુર 02675-220026, કડાણા 02675-296701, બાલાસિનોર 02690-267200, વિરપુર, 02690-277402.