મહીસાગર જીલ્લામાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન અંગે પ્રભારી સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષ સ્થાને જીલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ.
આ બેઠકમાં પ્રભારી સચિવ અશ્વિનીકુમાર એ ભારે વરસાદના કારણે જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કંટ્રોલ રૂમ નંબર, જીલ્લાના વરસાદનો રિપોર્ટ, જીલ્લામાં આવેલ ડેમની સ્થિતિ અને અસરગ્રસ્ત ગામો વિશે વિગતવાર જાણકારી મેળવી. તેમણે જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી સહિત વીજ પુરવઠો અંગે સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર સી.વી.લટા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલ, ડિઝાસ્ટર મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.