મહિસાગર જિલ્લામાં બરોડા ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા બેરોજગાર માટે આત્મનિર્ભરતા સાર્થક કરી

મહિસાગર,મહીસાગર જિલ્લામાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા રોજગારવાંછુઓ માટે બની રહી છે આશીર્વાદરૂપ

તાલીમાર્થી અમિષા ભાટિયાએ પોતાનું બ્યુટી પાર્લર શરુ કરી સ્વરોજગારનું સપનું કર્યું પૂર્ણ

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારનાં સહયોગથી બેંક ઓફ બરોડા સંચાલિત બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મહીસાગર જિલ્લામાં અનેક પ્રકારની રોજગારલક્ષી તાલીમ પૂરી પાડી રોજગારવાંછુઓ માટે આત્મનિર્ભરતાના નવા દ્વાર ખોલી રહી છે. આ સંસ્થા દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોને જાગૃત કરી માંગ આધારિત તાલીમ માટેના કાર્યક્રમોનું આયોજન કરી ઉમેદવારની યોગ્યતા અને મૂલ્યાંકન બાદ જે તે ક્ષેત્રમાં તાલીમ આપી સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.મહીસાગર આરસેટી દ્વારા 30 દિવસની બ્યુટી પાર્લરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં બ્યુટી પાર્લર કોર્સની સફળતાપૂર્વક તાલીમ લેનાર અમિષા ભાટિયાએ ખાનપુર તાલુકાના પાંડરવાડા ખાતે પોતાના બ્યુટી પાર્લરના શુભારંભ પ્રસંગે મહીસાગર આરસેટી અને સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારની આ તાલીમથી મારું પોતાના વ્યવસાયનું સપનું પૂર્ણ થયું છે.આ પ્રસંગે ઉપસ્થિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના નિયામક વિશાલ અગ્રવાલે પોતાની સંસ્થાના તાલીમાર્થી જયારે રોજગારી મેળવવાની દિશામાં આગળ વધે છે ત્યારે ખૂબ ખુશી અનુભવાય છે તેમ જણાવી બ્યુટી પાર્લરની તાલીમાર્થીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રોજગારવાંછુઓને આ વર્ષ 2024માં મહીસાગર આરસેટી દ્વારા ટૂંકાગાળાની એલએમવી માલિક ડ્રાઈવર, ટુ વ્હીલર મિકેનિક, સેલફોન રીપેરીંગ એન્ડ સર્વીસીસ, સીસીટીવી કેમેરા સિક્યોરીટી એલાર્મ સ્મોક ડીટેકટરનું ઇન્સ્ટોલેશન અને સર્વીસીસ, રેફ્રીજેશન અને એર કંડીશનીંગ, સીવણ, કોમ્પ્યુટર, કૃષિ, પશુપાલન, હસ્તકલાની અનેકવિધ તાલીમો યોજાનાર છે. સંસ્થા દ્વારા બેરોજગારોને નિ:શુલ્ક તાલીમ રહેવા જમવાની સુવિધા આપે છે તો આગામી તાલીમ કાર્યક્રમોમાં જોડાવા માટે સંસ્થાનો સંપર્ક કરવા અપીલ કરી હતી. વધુમાં તેમણે આ પ્રસંગે ઉપસ્થિત બેન્ક ઓફ બરોડાના મેનેજરને આત્મનિર્ભરતાની તરફ કદમ ભરનાર તાલીમાર્થીને તેના સ્વરોજગાર માટે જરૂરીયાત મુજબ બેંકમાથી ધિરાણ માટે પૂર્ણ સહયોગનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બ્યુટી પાર્લર કોર્સની ટ્રેનર, ફેકલ્ટી તેમજ સહતાલીમાર્થીઓ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હત