મહિસાગર જીલ્લામાં બાકોર-પાંડરવાડા એક પેડ ર્માં કે નામ અભિયાનની સાથે વન મહોત્સવની ઉજવણી કરાઈ

  • મહીસાગર જીલ્લાકક્ષાની 75માં વન મહોત્સવની ઉજવણી શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતમાં યોજાઈ.
  • એક પેડ ર્માં કે નામ અભિયાન અંતર્ગત મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું.
  • “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહવાન કરતાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર.

મહીસાગર જીલ્લાકક્ષાની એક પેડ ર્માં કે નામ અભિયાનની સાથે 75માં વન મહોત્સવની ઉજવણી કે એમ દોશી હાઇસ્કુલ, બાકોર- પાંડરવાડા ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્ર્વ પર્યાવરણ દિવસે “એક પેડ ર્માં કે નામ” અભિયાન શરૂ કરાવ્યું છે, તે અંતર્ગત દેશમાં 140 કરોડ જેટલા વૃક્ષો વાવવાનો આહવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાનને ઝીલીને ગુજરાતે 75મા વન મહોત્સવ અન્વયે “એક પેડ માઁ કે નામ” અભિયાનને વેગવાન બનાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે પર્યાવરણ જતન અને સંવર્ધનની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આ 75મો વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે.દરેક બાળકે પોતાના ઘરે એક વૃક્ષનુ વાવેતર કરી તેનું જતન કરવું ખૂબ જરૂરી છે.તેમણે જણાવ્યું હતું કે ઉમરગામથી અંબાજી સુધી વિસ્તારમાં થતાં ટીમરૂના પાનથી 92 હજાર પૂરક રોજગારી મળે છે.

15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહવાન પણ શિક્ષણમંત્રી કર્યું હતું.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલએ વૃક્ષનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે,આજના સમયમાં તાપમાનનું પ્રમાણ ખૂબ ઊચું જઈ રહ્યું છે. તેનું મુખ્ય કારણ વૃક્ષોનો અભાવ છે, માટે પર્યાવરણનુ જતન અને રક્ષણ માટે વૃક્ષોનો ઉછેર કરવો ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિએ એક વૃક્ષ ર્માં કે નામ અભિયાન અંતર્ગત જોડાઈ એક વૃક્ષનું વાવેતર અને જતન કરવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવએ જણાવ્યું હતું કે, દર વર્ષે યોજાતા વન મહોત્સવના માધ્યમથી લોકોને વૃક્ષોના મહત્વ અંગેનો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પ્રધાનમંત્રીના હરિત ક્રાંતિના સંકલ્પને સાર્થક કરવા માટે ‘એક પેડ ર્માં કે નામ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે દરેક લોકો પરિવારમાં જન્મદિવસ જેવા પ્રસંગ નિમિત્તે એક વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના આ અભિયાનમાં સરકાર સાથે સહભાગી બને તો આ અભિયાનને વધુ સાર્થક કરી શકાય.

આ કાર્યક્રમમાં મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ નર્સરી ઉછેરની કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ વનીકરણ માટે સહકાર આપી સહભાગી થવા બદલ પ્રશસ્તિપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.

એક પેડ ર્માં કે નામ અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક એન.વી. ચૌધરી એ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સામાજીક વનીકરણ વિભાગ, ગોધરા નાયબ વન સંરક્ષક એમ. ડી. જાની દ્વારા આભારવિધિ કરાઈ.

આ પ્રસંગે જીલ્લા લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જીલ્લા કલેકટર નેહા કુમારી, ગોધરા વન વિભાગ નાયબ વન સરક્ષક એમ.એલ.મીના જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર સી.વી.લટા, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ, જીગ્નેશભાઈ સેવક, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, તાલુકા પંચાયત પ્રમુખઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.