- મોટા મોટા મોલો સહિત દુકાનો પરથી સેમ્પલ લીધા.
- ખાણી પીણીની ચીજ વસ્તુઓ સાથે ચેડાં કરનાર વેપારીઓને ફટકાર્યો દંડ..
- બાલાસિનોર અંબિકા ફરસાણ સહીત લુણાવાડાના આધાર મોલ, એમ.પી.બેવરેજીસ, રાજેશ એન્ડ કંપની, હસમુખલાલ ચંદુલાલ દોશી સહીત મટનની દુકાનોના વેપારીઓનો સમાવેશ.
- જીલ્લામાં મોલો સહિત દુકાનદારો ને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે છઘ પાણીપ્લાન્ટ ચલાવતા વેપારીઓ પણ ઝપેટમાં આવતાં અન્ય વેપારીઓમાં ફફડાટ..
ગોધરા, લાંબા સમય બાદ એકાએક મહીસાગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સપાટો બોલાવતા ખાણીપીણીમાં લોક આરોગ્ય સાથે ચેડા થતાં હોવાની આંશકાએ બાલાસિનોર અંબિકા ફરસાણ સહીત લુણાવાડાના આધાર મોલ, એમ પી બેવરેજીસ, રાજેશ એન્ડ કંપની, હસમુખલાલ ચંદુલાલ દોશી સહીત મટનની દુકાનોના વેપારીઓને 5 લાખ 92 હજારનો ફટકાર્યો દંડ ફટકારવા સાથે શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાંં આવ્યા છે. જોકે, આરો પાણીનો પ્લાન્ટના વેપારીઓ પણ ઝપેટમાં આવતાં અન્ય વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.
મોટાભાગે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા માત્ર તહેવારો દરમિયાન જ ખાણીપીણી તથા ગુણવત્તા યુકત સામગીની ચકાસણી અર્થે તપાસ કરવામાં આવે છે. આવા તહેવારોને અનુલક્ષીને હાથ ધરવામાંં આવતાં અભિયાનથી વહેપારીઓમાં0 થોડો ધણો ડર રહે છે. પછી તંત્રની કામગીરી નિષ્ક્રિય થતાં કેટલાક વહેપારી મિત્રો ગુણવત્તા તથા સ્વચ્છતા બાબતે આંખ આડા કરીને મનસ્વીપણે વેચાણ કરવા માટે સક્રિય બની જતા હોય છે. ગત દિવાળી ટાણે મહિસાગર જીલ્લામાં તંત્રએ ખાસ અભિયાન આદરીને આવા લેભાગુંં વહેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતા વહેપારીઓ નિયમોનુસાર વેપાર ધંધો ચલાવી રહ્યા હતા. પરંતુ છેલ્લા બે માસથી મહિસાગર જીલ્લામાં વિવિધ સ્થળોએ ખાસ કરીને ખાણીપીણીની દુકાનો ઉપર સ્વચ્છતા જાળવવામાંં આવતી ન હતી. કાચી સામગ્રીને સુરક્ષિત નહી રાખવી, ખુલ્લો ખોરાક રાખવો તથા જાહેર રસ્તા ઉપર એઠવાડ સાથે પડીકાના પાઉચ પડી રહેતા ગંદકી પ્રસરાઈ રહી હોવાની છેલ્લા કેટલાક સમયથી બુમ ઉઠી રહી હતી. ત્યારે અચાનક જાગેલ મહિસાગર જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાનગીરાહે અભિયાન ધરવામાં આવ્યું હતું. જેમાં તંત્રની બનાવેલી ટીમ દ્વારા વિવિધ સ્થળોએ છાપો મારવામાં આવતાં વિવિધ અનિયમીતાઓ જોવા મળતા તપાસ ટીમ ચોંકી ઉઠી હતી. આવી ખાદ્ય સામગ્રીના કારણે વેપારીઓ દ્વારા નીતિનિયમોનું પાલન નહીં કરતા લોક આરોગ્ય સાથે ચેડા થતાં હોવાની આંશકાએ બાલાસિનોર અંબિકા ફરસાણ સહીત લુણાવાડાના આધાર મોલ, એમ.પી.બેવરેજીસ, રાજેશ એન્ડ કંપની, હસમુખલાલ ચંદુલાલ દોશી સહીત મટનની દુકાનોના વેપારીઓને 5 લાખ 92 હજારનો ફટકાર્યો દંડ ફટકારવા સાથે શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાંં આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરાતા અન્ય વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સર્ચ ઓપરેશન જારી રાખનાર હોવાનુંં જાણવા મળે છે.