મહિસાગર જિલ્લામાં 64.664 હેકટરમાં રવિ પાકનુ વાવેતર કરાયુ

લુણાવાડા,

મહિસાગર જિલ્લામાં શિયાળાના આગમન સાથે પંથકમાં ખેડુતો દ્વારા શિયાળુ પાકના વાવેતરનો પ્રારંભ કર્યો છે. જેમાં જિલ્લામાં મુખ્યત્વે શાકભાજી, ધઉં, મકાઈ, ચણાની વાવણી શરૂ કરાઈ છે. મહિસાગર જિલ્લામાં 64,664 હેકટરમાં શિયાળુ પાકનુ વાવેતર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવ્યુ છે. જેમાં બાલાસિનોર તાલુકામાં 5,340, કડાણા તાલુકામાં 13,971, ખાનપુર તાલુકામાં 8,838, લુણાવાડા તાલુકામાં 18,931, સંતરામપુર તાલુકામાં 12,044, અને વિરપુર તાલુકામાં 5,540 હેકટરમાં વિવિધ શિયાળુ પાકનુ વાવેતર કરવામાં આવ્યુ છે. હાલના વાવેતરમાં સોૈથી વધારે ધઉંનુ 27,418 હેકટરમાં વાવેતર કરાયુ છે. સોૈથી ઓછુ વાવેતર બટાટાનુ આવ્યુ છે.