મહીસાગર,જીલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર મહીસાગર ભાવિન પંડ્યા દ્વારા જણાવવામાં આવે છે કે મહીસાગર જિલ્લામાં તા.1લી એપ્રિલ-2023ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી સુઘારણા કાર્યક્રમ તા.05/04/2023 થી તા.23/04/2023 સુઘી હાથ ઘરવામાં આવેલ છે.
મતદારયાદી સુઘારણા કાર્યક્રમ દરમ્યાન તા.1લી ઓક્ટોબર-2023 સુધીમાં 18 વર્ષ પુર્ણ થતાં હોય તેવી વ્યકિતઓ મતદારયાદીમાં નામ નોંઘાવી શકશે. એટલું જ નહી મતદારો મતદારયાદીમાં નામ નોંઘાવવા ઉપરાંત મતદારયાદીમાં રહેલ ક્ષતિઓ સુઘારવાની તથા નામ કમી કરવાની કામગીરી પણ હાથ ઘરવામાં આવશે.
તેમજ તા.16/04/2023, તા.23/04/2023 (રવિવાર)ના દિવસોએ નિયોજીત સ્થળોએ ઓફલાઇન અરજીઓ સ્વિકારવામાં આવશે. તે સિવાય મતદારો ઓનલાઇન સ્વરૂપે વોટર હેલ્પલાઇન એપ,www. voterportal. eci.gov.in,www.voters.eci.gov.in મારફતે મતદારયાદીમાં પોતાના નામ ઉમેરો, કમી તથા સુધારો કરી શકશે.
જેથી મહીસાગર જિલ્લાના નાગરીકોને તા.5મી એપ્રિલ-2023 થી શરૂ થયેલ મતદારયાદી સુઘારણા કાર્યક્રમ દરમ્યાન નામ નોંઘાવવા તેમજ મતદારયાદી ક્ષતિઓમાં સુઘારો કરાવી લેવા જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર મહીસાગર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.