મહીસાગર જીલ્લા ખેડૂત ઉત્પાદક સંગઠનની પ્રથમ કાર્યકારિણીની બેઠક બાવન પાટીદાર સામાજઘર ખાતે યોજાયો

  • ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે આજના સમયની માંગ છે – કલેકટર ભાવિન પંડ્યા.

મહીસાગર, કિસાન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સરગવા મહુડી તથા સામાજીક વનીકરણ વિભાગ ગોધરા દ્વારા આયોજીત મહીસાગર જીલ્લા ખેડૂત ઉત્પાદક સંગઠનની પ્રથમ કાર્યકારિણીની બેઠક જીલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને લુણાવાડા બાવન પાટીદાર સમાજઘર ખાતે યોજાયો.

આ બેઠકમાં કલેકટર ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી ખેત ઉત્પાદનના વધુ ભાવ મળે તે માટે પ્રયત્નશીલ છે અને જણાવ્યું હતું કે ખાતરના ખૂબ જ ઉપયોગથી જમીનની ઉપજાઉ શક્તિ ઓછી થવા લાગી છે તે માટે ખેડૂતોએ પાછું પ્રાકૃતિક ખેતી અપનાવે તે આજના સમયની માંગ છે.

આ બેઠકમાં બાગાયત વિભાગ, સંજય મિશ્રા ગ્રીન પ્લાંય કંપની, જીલ્લા વિકાસ મેનેજર નાબાર્ડ એ ખેડૂત લક્ષી યોજનાઓ અને f.p.o બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવ સર્જન હાઇસ્કૂલ મધવાસની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું.

આ બેઠકમાં બાગાયત અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, શિક્ષણ સમિતિ ચેરમેન સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.