મહીસાગર, આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની પૂર્વ તૈયારી અંગે જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
નોડલ અધિકારીઓ સાથે ચર્ચા કરતા જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલે જણાવ્યું હતું કે, જીલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર સંકલન સાધીને જીલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારી પૂર્વક આયોજન કરવા સૂચનાઓ આપી. આ ઉપરાંત ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી.
આ બેઠક જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જીલ્લામાં વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી ચૂંટણીલક્ષી તાલીમ, મેનપાવર મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરરાઇજેશન, સાયબર સિક્યુરીટી અને આઇ.ટી, એમસીએમસી, ઇવીએમ મેનેજમેન્ટ, કમ્પલેન રીડ્રેસલ અને હેલ્પલાઇન, પરસન્સ વીથ ડિઝાબીલીટીસ તેમજ મતદાર જાગૃતિ અભિયાન અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઇ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર સી.વી. લટા, નાયબ ચૂંટણી અધિકારી સહિત અન્ય નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.