મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા મેટ્રીમોનીયલ ડીમ્પ્યુટના કેસો માટે કાયમી પ્રિ- લીટીગેશન લોક અદાલતની શરૂઆત કરવામાં આવનાર છે

  • સ્ત્રીઓ પર થતાં અત્યાચારને લગતા સમાધાનપાત્ર કેસોનું શાંતિપુર્ણ અને સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવનાર છે.

મહીસાગર, નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદનાઓના ઉપક્રમે મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, દ્વારા મેટ્રીમોનીયલ ડીમ્પ્યુટના કેસો માટે કાયમી પ્રિ- લીટીગેશન લોક અદાલતની શરૂઆત કરવામાં આવનાર હોય જેમાં સ્ત્રીઓ પર થતાં અત્યાચારને લગતા સમાધાનપાત્ર કેસોનું જેવા કે, ભરણ પોષણના કેસો અને કૌટુંબિક ઝધડાના કેસો, છુટાછેડાના કેસો, ડોમેસ્ટીક વાયોલન્સના કેસો જેવા સમાધાન લાયક કેસોનો શાંતિપુર્ણ અને સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવનાર છે. સદર કાયમી પ્રિ લીટીગેશન નો મુખ્ય હેતુ કોઈપણ પ્રકારના મેટ્રીમોનિયલ ડીસ્યુટ કોર્ટમાં દાખલ થાય તે પહેલા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ધ્વારા મધ્યસ્થતા કેન્દ્રમાં સદર કૌટુંબિક કલહ અને વિવાદોનું નિવારણ કરવાનુ છે.

જેથી આ પ્રકારના કેસોમાં પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થાય અને કોર્ટની કામગીરીનું ભારણ ઘટે. જેથી તેવા કેસો મુકવા ઈચ્છતા પક્ષકારો, વકીલો જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર મું. લુણાવાડા તથા મહીસાગર જીલ્લાની જે તે તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનઓને સંપર્ક કરશો. વિકલ્પે દરેક ન્યાયાલયમાં આવેલ ફ્રન્ટ ઓફીસનો સંપર્ક કરશો તેમ ફુલ ટાઈમ સેક્રેટરી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર-લુણાવાડાની અખબારી યાદીમાં જણાવેલ છે.