મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ધ્વારા તા.22/06/2024ને શનિવાર ના રોજ 10:00 કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

લુણાવાડા, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદનાઓના ઉપક્રમે મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ધ્વારા તા.22/06/2024 ને શનિવાર ના રોજ 10:00 કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમાધાનલાયક કેસો જેવા કે, (1)ફોજદાર સમાધાન લાયક કેસો(2)નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ 138ના કેસો(3)બેંક રીકવરીના કેસો (4)અકસ્માત વળતરના કેસો (5)મજુર ડીસ્યુટના કેસો (6)જમીન સંપાદનના કેસો (7)ફેરફાર/ભાગલા/ભાડા બેંક વસુલાત/સુખાધિકારીના હકકો વિગેરેના દિવાની દાવાઓ (8)વીજળી અને પાણીના બીલના કેસો (9)પ્રિ-લીટીગેશનના કેસો (10)ભરણ પોષણના કેસો અને કૌટુંબિક ઝઘડાના કેસોનો સમાધાન લાયક કેસો તેમજ અન્ય સમાધાન લાયક કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેસો મુકવા ઈચ્છતા પક્ષકારો, વકીલો જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર મું.લુણાવાડા તથા મહીસાગર જીલ્લાની જે તે તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનઓને સંપર્ક કરશો.