મહિસાગર,
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીનાં આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓનાં ઉપક્રમે મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ધ્વારા 12/11/2022ને શનિવારનાં રોજ 10:00 કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે
.જેમાં સમાધાન લાયક કેસો જેવા કે,ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ 138નાં કેસો, બેક રીકવરીનાં કેસો, અકસ્માત વળતરનાં કેસો, મજૂર ડીટ્યૂટનાં કેસો, જમીન સંપાદનનાં કેસો, ફેરફાર/ભાગલા/વિભાજન/ભાડા બેંક વસુલાત/સુખાધિકારીનાં હકકો વિગેરેનાં દિવાની દાવાઓ, વીજળી અને પાણીનાં બીલનાં કેસો, પ્રીલીટીગેશન કેસો, રેવન્યુ કેસીસ, ભરણ પોષણનાં કેસો અને કૌટુંબીક ઝઘડાનાં કેસોનો સમાધાન લાયક કેસો તેમજ અન્ય સમાધાન લાયક કેસોનો સમાધાનપૂર્વક નીકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેસો મુકવા ઈચ્છતા પક્ષકારો, વકીલો, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર મું.લુણાવાડા તથા મહીસાગર જીલ્લાની જે તે ઓ તાલુકા કાનુની સેવા સમિતીનાં ચેરમેનઓને સંપર્ક કરશો.તેમ ફૂલ ટાઈમ સેક્રેટરી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર-લુણાવાડાની અખબારી યાદીમા જણાવેલ છે.