- મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવિન પંડ્યાએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી.
- સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હીલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર મહિસાગરનો જ નહી પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ છે : કલેકટર ભાવીન પંડયા.
- સંતરામપુર આઝાદ મેદાન ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષા રોપણ કરાયું.
મહીસાગર,
મહીસાગર જિલ્લામાં 74માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી આઝાદ મેદાન સંતરામપુર ખાતે કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવિન પંડ્યાએ ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન કર્યા બાદ ભાવિન પંડ્યાએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી.
74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરીકોને શુભકામના પાઠવી સંબોધતાં જણાવ્યું હતું કે, આજના આ પર્વની ઉજવણી સંતરામપુર ખાતે થઇ રહી છે. તે આપણા બધા માટે ગૌરવની વાત છે તેમજ ભારતની આઝાદી માટે જાન ન્યોછાવર કરનારા અનેક નામી અનામી શહિદોને શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું. સરદાર વલ્લભભાઇ પટેલે દેશી રજવાડાંઓનું એકત્રીકરણ કરીને દેશની એકતા અને અખંડિતતા ટકાવી રાખવાનું જે ભગીરથ કાર્ય કર્યું હતું. ત્યારે આપણા સૌની પણ પવિત્ર ફરજ બની રહે છે કે દેશની એકતા અને અખંડિતતા ટકાવી રાખવા માટે આપણે સૌએ સંકલ્પબધ્ધ થવું પડશે.
ઇ.સ.1913માં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હીલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર મહિસાગરનો જ નહી પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ છે. આ સંગ્રામમાં ગોવિંદ ગુરૂની રાષ્ટ્રભક્તિની પ્રેરણાથી અંગ્રેજો સાથે સ્થાનિકોનો સંઘર્ષ થયો જેમાં ગોવિંદ ગુરૂ સહિત 1507 જેટલા લોકો દેશ પ્રેમ માટે શહાદત્ત પામ્યા આ શહાદતની ઝાંખી કરાવતું માનગઢ ધામ આજે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ શહાદતને આપણે વિશ્વના તમામ લોકો સમક્ષ રજુ કરી શકીએ તે માટે માનગઢ ધામના વિકાસ માટે મહિસાગર જિલ્લા તંત્ર હંમેશા આગળ રહેશે તથા આપણા માટે ખુશીની વાત એ છે કે વિકાસ માટે જરૂરી તમામ સહાય રાજ્ય સરકાર તરફથી પણ અવારનવાર મળી રહે છે.
ચાલુ વર્ષે મહિસાગર જિલ્લામાં ખરીફ ઋતુમાં 1,14,970 હે.જેટલું વાવેતર થયેલ હતુ. જેમાં મુખ્ય પાક ડાંગ ર39, 989 હે.અને મકાઈ 26,953 હે.માં વાવેતર થયેલ હતુ. મહીસાગર જિલ્લામાં કુલ 01 ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 01 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 8 સામુહિક આરોગ્ય કેન્દ્ર, 02 અર્બન હેલ્થ સેન્ટર, 35 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અને 189 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2016-17થી અમલમાં આવેલ છે. જેમાં 2011ના એસ.ઈ.સી.સી. ડેટા મુજબના લાભાર્થી નક્કી કરવામા થાય છે. જેઓના ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા રૂ.1,20,000ની સહાય આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 13374 લાભાર્થીને પ્રથમ હપ્તો ચુકવેલ છે તથા 11974 લાભાર્થીને બીજો હપ્તો ચુકવેલ છે તેમજ ત્રીજો હપ્તો ચુકવેલ છે તથા 11974 લાભાર્થીઓને બીજો હપ્તો ચુકવેલ છે. તેમજ ત્રીજો હપ્તો 9777 અને 12418 આવાસો ભૌતિક રીતે પુર્ણ થયેલ છે.
સાથે જિલ્લામાં સુખ, સમૃધ્ધિ અને સુવિધાથી ગ્રામજીવન સંપન્ન બને એ દિશામાં પરિણામલક્ષી કામ કરવામાં આવ્યુ છે. રોડ રસ્તા, શૌચાલય, આવાસ, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, વિધા સાધના યોજના, નલ સે જલ જેવી યોજનાની જિલ્લામાં સારી કામગીરી કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગો દ્રારા ટેબ્લોનું પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમ પ્રસંગે કલેક્ટર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આઝાદ મેદાન સંતરામપુર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, બાલાસિનોર ધારાસભ્ય માનસિહ ચૈાહાણ, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી. લાખાણી, પોલીસવડા આર પી બારોટ, અધિક નિવાસી કલેકટર સી વી લટા, પ્રાંત અધિકારી, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય પર્વને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.