મહિસાગર,ગુુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સંકલ્પ સત્યાગ્રહ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના નેતા રાહુલજી ગાંધીને ખોટી રીતે હેરાનગતિ કરવાની બાબતને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.આ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલ, માજી જિલ્લા પ્રમુખ હરજીવનદાસ પટેલ, દાહોદ લોકસભા માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ, સંંતરામપુુર વિધાનસભા માજી ધારાસભ્ય જી.એમ.ડામોર, સંંતરામપુુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ પંચાલ, મહિસાગર જિલ્લા કોંગ્રેસ ટ્રાયબલ સમિતિ પ્રમુખ શનાભાઈ તાવિયાડ, મહિસાગર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ ગુલાબભાઈ ડામોર, સંંતરામપુુર તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા નાથુભાઈ તડવી, અશ્ર્વિનસિંહ પુંવાર, પ્રવિણભાઈ ડામોર, દિપેશભાઈ પ્રજાપતિ, લતાબેન માલિવાડ, કોકિલાબેન ડામોર, ઈલાબેન દામા તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતાં.