મહીસાગર જીલ્લાના વડુમથક લુણાવાડા ખાતે આવેલ કલેક્ટર કચેરી આવેલ છે, જયારે સમગ્ર ગુજરાત માંથી લુણાવાડા વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડેલ હોય અને જીલ્લાની પાસે બે ડેમ આવેલા હોય તે ડેમ માંથી જીલ્લાને ખેતી માટે ઉપયોગી પાણી માટે વેખલા મારવા પડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જાગૃતતા દર્શાવીને ખેડૂતોના હિત માટે 8 કલાકની જગ્યાએ 12 કલાક કૃષિ વીજળી મળી રહે જેના કારણે પિયતના પાણી વધારાની વીજળીનો વપરાશ થઈ શકે તથા મહી નદી માંથી નીકળેલ કેનાલ દ્વારા મહીસાગર જીલ્લાના છેવાડાના ગામ સુધી પાણી પહોંચે તે માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર મહીસાગર જીલ્લામાં મહી નદી પર બાંધેલ કડાણા ડેમ મારફતે જે કેનાલ આવે છે.
તેના મારફતે ડાંગરની રોપણી કરતા હોય છે. હવે વરસાદ નહિવત પડવાથી મહીસાગર જીલ્લાના છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતો નિરાશ પામ્યા છે. હવે શું સરકાર દ્વારા આજે છેવાડાના ગામોને ઝડપથી પાણી મળી રહે તેના માટે કોઈ પગલા ભરસે કે શું? તે જોવું રહ્યું.આ આવેદનપત્ર આપવા માટે સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસ પાર્ટી પ્રમુખ ગુલાબસિંહ ચૌહાણ તથા તેમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.