
લુણાવાડા,મહીસાગર જીલ્લામાં શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાની આગેવાનીમાં જીલ્લાના કોગ્રેસના કાર્યકર્તા ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા.
123 સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરના મર્ગદર્શન હેઠળ અઙખઈ ચેરમેન શાંતિલાલ પટેલ, મૃગરાજસિંહ પુવાર, કડાણા મહામંત્રી કે.પી. ડામોરની આગેવાનીમાં ડામોર મુકેશભાઈ ભાથીભાઈ જીલ્લા ST ઉપ પ્રમુખ, ગટુભાઈ પૂજાભાઈ ડામોર-મહામંત્રી કડણા, માલીવાડ રમેશભાઇ મનશીંગભાઇ યુવા ઉપપ્રમુખ, ડામોર ભાથીભાઈ ઉદભાઈ સેવાદળ તાલુકા ઉપ પ્રમુખ, ડામોર રમણભાઈ નાનાભાઈ આપ મહામંત્રી, ડામોર પ્રવિણભાઈભાથીભાઈ-તાલુકા સભ્ય ચૂટણી લડેલ છે. ડામોર જયંતીભાઈ કલાભાઈ-મજૂર કામદાર સમિતિ ઉપપ્રમુખ, બારીયા સોમાભાઈ જવરભાઈ-ડેપ્યુટી સરપંચ તેમજ અન્ય કાર્યકર્તાઓ એમ કુલ મળી 51 જેલ આગેવાનો વિધિસર રીતે ભાજપમાં જોડાયા હતા. ત્યારે વધુ નજીકના સમયમાં મોટી સંખ્યામાં અન્ય કાર્યકર્તા પણ ભાજપમાં જોડ્યા શકે તેવી લોકચર્ચા થવા પાલેમ છે.