મહીસાગર જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને 9 મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ

  • જીલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંતરામપુર આઝાદ મેદાન ખાતે કાર્યક્રમ યોજાશે.

આગામી 9મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની જીલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જીલ્લામાં સંતરામપુર આઝાદ મેદાન ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે મહીસાગર જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

બેઠકમાં કલેક્ટર નેહા કુમારીએ સંબંધિત વિભાગોને “વિશ્વ આદિવાસી દિવસ”ની પૂર્વ તૈયારી કરીને આ દિવસે લોકાર્પણ, ખાતમુહૂર્ત જેવી કામગીરીની વ્યવસ્થા, ઉત્કૃષ્ટ સિધ્ધી મેળવેલ આદિજાતિ વિધ્યાર્થીઓની વિગત તેમજ પાર્કિંગ,પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરે તે જોવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નિવાસી અધિક કલેકટર સી.વી. લટા,પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારીઑ, મામલતદાર, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, સહિત વિવિધ વિભાગના અધિકારિઓ ઉપસ્થિત રહ્યા હતા.