મહીસાગર જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ કલ્યાણની વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ

મહીસાગર,મહીસાગર જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં તા.20/04/2023ના રોજ અનુસૂચિત જાતિ પેટા યોજના સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિ (અત્યાચાર નિવારણ), જિલ્લા તકેદારી સમિતિ, મેન્યુઅલ સ્કેવેન્જર્સની માહે.માર્ચ/2023 અંતિત બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહી તઓએ ખાસ અંગભૂત યોજના હેઠળ કરેલ ખર્ચની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ મહીસાગર જિલ્લામાં અનુસૂચિત જાતિ પર બનેલ અત્યાચારના બનાવોની ચર્ચા કરવામાં આવી તથા મેન્યુઅલ સ્કેવેન્જર્સ એકટ હેઠળના બનાવો ન બને તેની તકેદારી રાખવા તથા અનુસૂચિત જાતિના ઈસમોને નિયમોનુસાર વિવિધ યોજનાઓનો બહોળો લાભ મળે તે માટે કલેકટ2 દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ બેઠકમાં સમિતીના સભ્યો હાજર રહ્યા હતાં.