મહીસાગર જીલ્લા કલેકટરએ લુણાવાડા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

મલેકપુર,આજરોજ કલેકટર નેહા કુમારીએ લુણાવાડા ખાતેની સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં સિવિલ સુપ્રીટેન્ડેન્સી, પ્રાંત અધિકારી સીડીએમઓ, સ્ટેટ ક્યુએમો નવનિર્મિત સિવિલ હોસ્પિટલના પી.આઈ.યું.ના નાયબ ઇજનેરો,એમજીવીસીએલના કર્મચારી તેમજ સંલગ્ન અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગત છ માસમાં નવીન ઊભું કરેલ ન્યુ બોન બાળકો માટેનું જગઈઞ જેમાં કુલ 350 થી વધુ નવજાત શિશુની સારવાર કરવામાં આવેલ છે, તેમજ નવીન પીડીયાટ્રીક વોર્ડમાં 500 થી 600 બાળકોની સારવાર કરવામાં આવેલ તથા મહિલા પ્રસુતિનો દર 100 થી વધી 200 સુધી પહોંચ્યો છે. જે અંગેની સમીક્ષા કરી સુચના આપવામાં આવી હતી.

કલેકટર નેહા કુમારી દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસેથી સારવાર અંગેની વિગતો મેળવી તેઓને મળતી સેવાઓ અંગે સમીક્ષા કરી. તેમજ આ બાબતે સિવિલ સુપ્રીટેન્ડેન્ટ તેમજ તેમના સ્ટાફને ઘટતી સૂચના આપી. વધુમાં નવનિર્મિત સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગના પીઆઇઓ, નાયબ ઈજનેરને તાત્કાલિક નવીન બિલ્ડીંગ સુપ્રત કરવા સૂચના આપી. તેમજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી નવનિર્મિત બિલ્ડીંગ કાર્યરત થાય તેમ જ દૈનિક મોનિટરિંગ થાય તે હેતુસર તેમજ નવનિર્મિત હોસ્પિટલ ખાતે આવનાર લુણાવાડા ખાતે આવનાર દર્દીઓને સારામાં સારી મેડિકલ સુવિધા મળી રહે તે માટે સૂચના તેમજ અમલવારી કરવા જણાવવામાં આવ્યું.