મહીસાગર જીલ્લા કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ તરીકે કાર્યભાર (હવાલો) સંભાળતા નેહા કુમારી

This image has an empty alt attribute; its file name is 01-02-2024-press-note-mahisagar-2-2-1-1024x682.jpeg
  • 2015 ની બેચના IAS ઓફિસર નેહા કુમારી આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા.
  • અગાઉ મહીસાગર જીલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવારત રહી ચૂક્યા છે નેહાકુમારી.

લુણવાડા, મહીસાગર જીલ્લા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ તરિકે નિમણૂંક થતા નેહા કુમારીએ કાર્યભાર (હવાલો) સંભાળી લીધેલ છે. નેહા કુમારી આ અગાઉ મહીસાગર જીલ્લા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે. તેથી મહીસાગરની ભૌગોલિક પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. જેનો લાભ જીલ્લાને ચોક્કસ મળશે.

તેમની જીલ્લાની પરિચિતતાથી જીલ્લાના નિર્ણયોમાં ચોક્કસ ઝડપ આવશે અને વહીવટી કામમાં ગતિશીલતા જોવાં મળશે.

ભારતીય સનદી સેવાઓમાં સને-2015 ની સાલમાં પસંદગી પામેલા નેહા કુમારીએ આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. અગાઉ મહીસાગર તેમજ દાહોદ જીલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવારત રહી ચૂક્યા છે.

નેહાકુમારી ઝારખંડના વતની અને બી.ઈ ઈલેક્ટ્રીકલ / ઇલેક્ટ્રોનિક્સ ની પદવી ધરાવતા મહેનતૂ અને ઉત્સાહી સનદી અધિકારી હોવાથી મહીસાગર જીલ્લાને તેમની વિશિષ્ટ સેવાઓનો પણ વિશેષ લાભ મળી રહેશે.