મહીસાગર જિલ્લાના ચુથાનામુવાડા ગામે નવ નિર્માણ પામનાર સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

  • મહીસાગર જિલ્લાના રામભેમ ના મુવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું.
  • લોકોને સ્વાસ્થ્યને લગતી સુવિધા ઘરઆંગણે મળશે- મંત્રી નિમિષાબેન સુથાર.

મહીસાગર,
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાનામુવાડા અને રામભેમ ના મુવાડા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે નવ નિર્માણ પામનાર સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનુ લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે,લોકોને સ્વાસ્થ્યને લગતી સુવિધા ઘરઆંગણે મળશે.દર્દીઓને સેવા અર્થે મેલ વોર્ડ,ફિમેલ વોર્ડ,એક્ષરે-રે,લેબોરેટરી,લેબર રૂમ,ઓપરેશન થીયેટર,મેડિસિન રૂમ,સ્ટોર રૂમ,ડોક્ટર રૂમ,ડેન્ટિસ્ટ રૂમ વગેરે બમધકામ થશે જેના હેઠળ આસપાસના 20થી25 ગામોને આરોગ્ય લક્ષી સેવાઓ મળશે.કિડનીની ગંભીર બીમારીમાં જરૂરી ડાયાલીસીસ સેવા અર્થે દર્દીને બહાર ન જવું પડે અને તાલુકામાં સેવા મળી રહે તે હેતુસર આપના જિલ્લામાં ડિસ્ટ્રીકટ હોસ્પિટલ લુણાવાડા, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સંતરામપુર, સા.આ.કે કડાણા,સા આ કે બાલાસિનોર સા.આ કે વિરપુર,અને સા.આ.કે બાકોર ખાતે આ સેવાઓ ઉપલબ્ધ છે.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ગામના સરપંચ, આરોગ્ય કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.