બાલાસીનોર, લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અંતર્ગત ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ભાજપાનો વિજય સંકલ્પ સશક્ત બને તે હેતુ સાથે દિલ્હી ખાતેથી ભીંત ચિત્રણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. જે અંતર્ગત પંચમહાલ લોકસભા વિસ્તારમાં સાંસદ રતનસિંહ રાઠોડ અને બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લા ભાજપ દ્વારા લુણાવાડા નગરમાં વિવિધ વિસ્તાર શરૂઆત કરવામાં આવી હતી. ફરી એક વાર મોદી સરકાર અને અબ કી બાર 400 કે પાર સુત્રોને ભીંત ઉપર ચિત્રણ કરી અને મહીસાગર જીલ્લામાં પણ દરેક બુથ ઉપર આગામી દિવસોમાં આ સુત્રો વોલ પેઇન્ટિંગ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રીઓ રાવજીભાઈ પટેલ, પ્રદીપસિંહ રાઠોડ, કાર્યક્રમના જીલ્લા ઇન્ચાર્જ નિકુંજ બારોટ, શહેર ભાજપ પ્રમુખ હિમાંશુ શાહ, મંડલ મહામંત્રી મિહિરભાઈ, યોગેશભાઈ, પૂર્વ મહામંત્રી મુળજીભાઈ, યુવા મોરચાના મહામંત્રી જયદેવસિંહ, ઉપપ્રમુખ રાજપાલસિંહ, ભૂમિરાજસિંહ, વોલ પેઇન્ટિંગ કાર્યક્રમના નગરના ઇન્ચાર્જ ઉમંગભાઈ ભોઈ, સોસિયલ મીડિયાના જીમિતભાઈ, દક્ષેશભાઈ, દેવાભાઈ સહિત ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ જોડાયા હતા અને ફરી એકવાર મોદી સરકાર, અબ કી બાર 400 કે પાર નારાઓથી વાતાવરણ ગુંજવ્યું હતું.