
લુણાવાડા,મહીસાગર જીલ્લાના ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન તરીકે ગુજરાત સરકાર દ્વારા જાણીતા એડવોકેટ અને મહીસાગર જીલ્લા પત્રકાર એસોશિયેશના પ્રમુખ તેમજ મહીસાગર જીલ્લા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ મયંક એચ જોષીની નિમણુંક થતા મહીસાગર જીલ્લામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. જેને લઈ આજરોજ બાળ સુરક્ષાની કચેરી ખાતે હાજર થઈ કામગીરી આરભ કરતા મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, સાથે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, જીલ્લાના મહામંત્રીઓ રાવજીભાઈ પટેલ, પ્રદીપસિંહ રાઠોડ, જયેન્દ્રભાઈ બારોટ, પૂર્વ મહામંત્રી મુળજીભાઈ રાણા, લુણાવાડા નગર ભાજપ પ્રમુખ હિમાંશુ શાહ, વગેરે આગેવાનો ઉપસ્થિત રહી નવ નિયુક્ત ચેરમેન મયંક જોષીને શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી. અને સરકાર દ્વારા કરવામાં આવેલી નિમણુંક બદલ ચેરમેન મયંક જોષી એ સૌવનો આભાર વ્યક્ત કર્યો હતો.