મહીસાગર જીલ્લામાં ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત ન થવાનુ જાહેરનામું

મહિસાગર,જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા વિક્ષેપો ઉભા થાય નહી તે જરૂરી જણાતું હોઇ તેમજ ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવો આવશ્યક પગલા લેવા જરૂરી જણાય છે.

જીલ્લા મેજીસ્ટ્રેટ નેહા કુમારીએ સમગ્ર મહીસાગર જીલ્લામાં તા.06/06/2024 સુધી અધિકૃત અને સમક્ષ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવું નહીં. સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે ગ્રામ્ય વિસ્તારોમાં જે તે મતદાર, વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદારને તેમજ શહેરી/નગરપાલિકા વિસ્તારમાં સબંધિત ચૂંટણી અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવે છે.

ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તેવા વ્યક્તિને અને કોઇ સ્મશાન યાત્રાને. આ હુકમ લાગુ પડશે નહી.