મહીસાગર,
ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ-સહાય જૂથોનું ચેક વિતરણ કાર્યક્રમ 42 પાટીદાર સમાજઘર લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને, આજીવિકામાં વધુ સુધારો આવે અને ગરીબીમાંથી બહાર આવે એ હેતુથી ‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના’ની શરૂઆત કરવામાં આવી છે. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોને આર્થિક રીતે પગભર કરવા કેશ ક્રેડિટ આપવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરે જણાવ્યું હતું કે, આજે મહિલાઓ માત્ર ઘર નથી ચલાવતી મહીલાઓ સરપંચ, આગંણવાડીમાં, જિલ્લા પંચાયત જેવા દરેક ક્ષેત્રમાં આગળ છે. જિલ્લાની બહેનોને પગભર કરવા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેથી મહિલાઓ જાગૃત રહી વધુને વધુ યોજનાઓનો લાભ લેવો જોઈએ.
આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હરહંમેશ મહિલાઓની ચિંતા કરી રહી છે. મહિલાઓ સમાજમાં મોભાનું સ્થાન કેવી રીતે મેળવી શકે અને આર્થિક રીતે પગભર કેવી રીતે થાઈ તેની ચિંતા સરકાર કરી રહી છે. સરકાર દ્વારા જન ધન થકી ખાતા ખોલવામાં આવ્યા. કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓ થકી છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવામાં આવ્યા.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના 101 સ્વ સહાય જૂથ સખીમંડળની બહેનોને વિવિધ યોજના અંતર્ગત રૂા.101.0 લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નિયામક,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને જિલ્લા લાઈવલીહુડ મેનેજરએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે કાર્યક્રમના અંતે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સખીમંડળની બહેનોની સ્ટોલની મુલાકાત લીઘી હતી.
આ પ્રસંગે કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી લાખાણી, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન, તાલુકા પંચાયત પ્રમુખ, સહીત મોટી સંખ્યામા સખીમંડળની બહેનોની ઉપસ્થિત રહ્યા હતા.