

લુણાવાડા,
મહિસાગર જીલ્લાની વિધાનસભાની ત્રણ બેઠકો ઉ5ર કોંગે્રસ પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત થાય તે પહેલા કોંગે્રસ પાર્ટીમાં ખેંચતાણ શરૂ થવા પામી હતી. તેમાં પણ છેલ્લા દિવસ સુધી ઉમેદવાર જાહેર નહિ કરતાં કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. ત્યારે આખરે મહિસાગર જીલ્લાની ત્રણ બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી.
મહિસાગર જીલ્લાની વિધાનસભા બેઠકોના ઉમેદવારના કોંગે્રસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમાં લુણાવાડ બેઠક ઉ5ર ગુલાબસિંહ , સંતરામપુર બેઠક ઉ5ર ગેંદાલભાઈ મોતીભાઈ ડામોર અને બાલાસીનોર બેઠક માટે અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી કોંંગે્રસના ઉમેદવાર જાહેરાતની રાહ દેખતા કોંગે્રસી કાર્યકરોમાં હવે ઉમેદવાર જાહેર થયા બાદ કેવા પ્રતિસાદ હોય તે આગામી દિવસોમાં સામે આવશે. મહિસાગર જીલ્લાની ત્રણ બેઠકો ઉપર કોંગે્રસના જાહેર થયેલ ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્ર્વાસ વ્યકત કરી રહ્યા છે.
