ખારોલ, મહિસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારના પગલે 150 ગામમાં ગેરરિતીઓ બહાર આવતા 28 કરોડની રિકવરીના આદેશ કરવામાં આવ્યો છે. તપાસના આદેશોથી કરોડોનુ કોૈભાંડ બહાર આવ્યુ હતુ. અગાઉ કેટલાક કોન્ટ્રાકટર બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા. જેઓની સામે એફઆઈઆર કરવાની લોક માંગ પણ ઉઠી છે.
ગાંધીનગર પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મો કચેરીના કડક આદેશોની તપાસના કારણે મહિસાગર જિલ્લામાં 150 ગામોમાં રૂ.28 કરોડ જેટલી ગેરરિતી કોન્ટ્રાકટરો અને એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી હોવાનુ જણાતા રિકવરીના આદેશ થયા છે. કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરની ટીમો ગાંધીનગરથી ટેકનીકલ તપાસ માટે મહિસાગર જિલ્લાના ગામોમાં સ્થળ તપાસણી કરી રિપોર્ટ કર્યો હતો. 28 કરોડની રિકવરીના પગલે કોન્ટ્રાકટર અને એજન્સીઓમાં ભારે સોંપો પડી ગયો છે. જે તપાસ બાબતે હાલમાં 150 ગામોમાં ભ્રષ્ટાચારનો પોપડો ખુલવા પામતો કોન્ટ્રામટરો સામે 28 કરોડની રિકવરીના આદેશ વડી કચેરીએથી થયા છે. મહિસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં વીજીલન્સ ટીમની તપાસ બાદ વાસ્મો કચેરીના યુનિટ મેનેજર દ્વારા કડક કાર્યવાહી કરતા ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કર્યા છે. કેટલાક ગામોમાં વાસ્મો યોજનામાં કોન્ટ્રાકટરો અને એજન્સીઓ દ્વારા કામ પુર્ણ કરેલી નથી. જુની પાઈપો ઉપર કામ બતાવી અને બોગસ વીલો બનાવી અધધ રૂપિયા સરકારની તિજોરીમાંથી ગ્રામ પંચાયત પાણી સમિતિના સહયોગથી ઉઠાવી લીધા છે. જિલ્લા વાસ્મો મિનિટ મેનેજર ગીરીશભાઈ અગોરા દ્વારા ટીમો બનાવીને ખાતાકિય તપાસનો રિપોર્ટ ગાંધીનગર ખાતે કરેલ હતો તે બાદ ગાંધીનગર પાણી પુરવઠા બોર્ડના આદેશથી મહિસાગર જિલ્લમાં ટીમની તપાસણી બાદ કાર્યપાલક ઈજનેર અને ના.કાર્યપાલ ઈજનેરી ટીમો ટેકનીકલ તપાસણી માટે મહિસાગર જિલ્લામાં તાપાસરથી ગામે ગામ ઉતરી જઈ તપાસણીના આદેશથી જેસીબી દ્વારા ખાડા ખોદી પાઈપો અને ખોટી કામગીરી અંગેની પુર્ણ ચકાસણી કરી હતી. તપાસણી કર્યા પછી ટીમો દ્વારા જે તે રિપોર્ટ કરી યુનિટ મેનેજર અને ગાંધીનગર ખાતે રિપોર્ટ મોકલી ખોટા બિલો મુકી ડુપ્લિકેટ પાઇપો લાવી આઈએસઆઈ માર્કા લગાવી જમીનની નીચે ધરાવી દેવામાં આવતો તપાસ કરી યોગ્ય રિપોર્ટ વળી કચેરીએ મોકલતા ભ્રષ્ટાચારનો પોપડો ખુલતા 150 ગામોમાં વાસ્મોની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનુ બહાર આવતા 28 કરોડની રિકવરી કોન્ટ્રાકટરો અને એજન્સીઓ પાસેથી વસુલવામાં આવનાર છે. મહિસાગરનો જલ સે જલ યોજનામાં બહાર આવેલા મહાકોૈભાંડ સામે મુખ્યમંત્રી દ્વારા લાલ આંખ કરાય તેવી માંગ ઉઠી છે.