- મતદાનના દિવસે મતદાન કર્યાનું નિશાની બતાવી ખરીદી પર 07% ડિસ્કાઉન્ટનો લાભ.
- સુવિધા હોસ્પિટલ લુણાવાડા અને લીલાવતી હોસ્પિટલ લુણાવાડા ખાતે જે દર્દી મતદાન કરીને આવશે તે દર્દીની તપાસ ફી લેવામાં આવશે નહીં.
મહીસાગર,લોકસભા સામાન્ય ચુંટણી-2024નું મતદાન 7મી મે ના રોજ યોજાનાર છે. જે અંતર્ગત મહીસાગર જીલ્લા ચુંટણી અઘિકારી નેહાકુમારી દ્વારા વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ, મેડીકલ સ્ટોરના માલીકો તથા મોલ અને હોટેલના સંચાલકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જીલ્લાના વેપારીઓ, હોસ્પિટલ દ્વારા વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને સૌ સાથે મળી જીલ્લામાં મહત્તમ મતદાન માટે પ્રયત્ન કરી રહ્યા છે.
જીલ્લા ચુંટણી અધિકારી નેહા કુમારીના દ્વારા જીલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે જીલ્લાના કેમિસ્ટ એન્ડ દ્રગીસ્ટ એસોસિએશન દ્વારા મતદાનના દિવસે મતદાન કર્યાનું નિશાની બતાવી દવાની ખરીદી પર 07% ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે અને લુણાવાડા ઔરોવિલ બજાર ખાતે પણ 07% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સુવિધા હોસ્પિટલ લુણાવાડા અને લીલાવતી હોસ્પિટલ લુણાવાડા ખાતે જે દર્દી મતદાન કરીને આવશે. તે દર્દીની તપાસ ફી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત ભગવતી આયુર્વેદ હોસ્પિટલ લુણાવાડા ખાતે મતદાન કર્યાનું નિશાની બતાવી મફત ક્ધસલ્ટીંગ તેમજ દવાઓમાં 10% ની રાહત આપવામાં આવશે.આમ વિવિધ વ્યવસાયિક સંસ્થાનો મતદાનની ટકાવારી વધે મતદારો જાગૃત થઇને વધુ મતદાન કરે તે માટે આગળ આવી પોતાની સામાજીક જવાબદારી નિભાવી રહ્યા છે.