મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 50 લાખના ડ્રગ્સ સાથે અમદાવાદના માસ્ટર માઈન્ડ આરોપી ઝડપી પાડયો.

ગુજરાત માં દરિયાઈ માર્ગો પરથી ડ્રગ્સ પોલીસે પરદા ફાસ કરી દરિયાઈ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા હવે ડ્રગ્સ નો કાળો કારોબાર ના માસ્ટર માઈન્ડ ઓ દ્વારા અલગ અલગ કીમિયા બનાવી ડ્રગ્સ ગુજરાત માં ઘૂસાડાવવામાં આવી રહ્યું છે પરંતુ ડ્રગ્સ ઘૂસાડવાના ના અલગ અલગ કીમિયા પોલીસે નાકામીયા કરી આરોપીઓ ને ઝડપી પાડવામાં પોલીસે આગે કૂચ કરી રહી છે છેલ્લા ત્રણ દિવસ અગાઉ થી મહીસાગર પોલીસ ને રાજેસ્થાન થી એક અમદાવાદ નો ઈસમ ડ્ર્ગ્સ લઇ ને મહીસાગર જિલ્લા તરફ આવવાની મળેલી બાતમી ના આધારે મહીસાગર જિલ્લા પોલીસે અલગ અલગ ટિમો બનાવી અલગ અલગ દિશામાં રાજેસ્થાન સરહદી વિસ્તાર માં વોચ ગોઠવવામાં આવી હતી જેમાં ગત રોજ એક બોલેરો પીકઅપ ગાડી રાજેસ્થાન તરફ થી આવતા ગાડી ની મહીસાગર પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પહેલા રાજેસ્થાન બ્રાન્ડ ની 4 વિદેશી દારૂ ની બોટલો મળી આવી હતી જેથી ગાડી માં વધુ તપાસ કરતા ગાડી ના પાછળ ના ભાગે ચેચીસ માં આગળ પથ્થર ફિટો ફિટ નાખી ને અંદર ની પાઇપ માં ડ્રગ્સ મૂકી હેરાફેરી કરતો હોવાનું સામે આવતા આરોપી સહીત ડ્ર્ગ્સ ને પોલીસે કબ્જે કરી કોથંબા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો જ્યાં પોલીસે એફ એસ એલ ની મદદ થી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું

લુણાવાડા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ દરમિયાન વિરણીયા ચોકડી ખાતે એક શંકાસ્પદ પીકઅપ ડાલુ આવતા તેનો પીછો કરી લાડવેલ ચોકડી નજીક પકડી પાડેલ જે પીકઅપ ડાલામાં એક ઇસમ તેનુ નામ પુછતા જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારી રહે.મકાન નં.૩/૪૭ ગાયત્રીનગર એપાર્ટમેન્ટ સુદરમનગર બાપુનગર અમદાવાદ શહેરનો હોવાનુ જણાવેલ અને સદર પીકઅપ ડાલાના કેબીનમાં અલગ અલગ માર્કાની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો મળી આવેલ હોય જે બાબતેની કાર્યવાહી કોઠંબા પો.સ્ટે. લાવી કરેલ દરમ્યાન પકડાયેલ ઇસમની વધુ પુછપરછ કરતા તથા બોલેરો પીકઅપ ગાડીને ચેક કરતા ચેચીસમાંથી નશીલો માદક પદાર્થ મળી આવેલ જે અંગે એફ.એસ.એલ.અધિકારીશ્રી દ્વારા ચકાસણી કરાવતા સફેદ કલરનો નશીલો પાવડર એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ અથવા મેથા એમફેટામાઇન અથવા મેફેડ્રોન પાવડર બે અલગ અલગ થેલીઓમાં કૂલ ૫૦૦ ગ્રામ જેની એક ગ્રામની કિ.રૂા.૧૦,૦૦૦/- લેખે કૂલ ૫૦૦ ગ્રામ નશીલા પાવડરની કૂલ કિ.રૂા.૫૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે રાખી વહન કરતા મળી આવેલ હોય જેથી સદર ઇસમ જૈનુલ આબેદિન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારી રહે.મકાન નં.૩/૪૭ ગાયત્રીનગર એપાર્ટમેન્ટ સુદરમનગર બાપુનગર અમદાવાદનાઓની વિરૂધ્ધ એન.ડી.પી.એસ.કલમ ૮ સી,૨૨ સી, મુજબ ગુન્હો નોધી કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવેલ છે. તેમજ અગાઉ આ પ્રકારનુ ડ્રગ્સ લાવવામાં આવ્યુ હતુ કે કેમ અને કોને આપ્યુ એ સહીતની બાબત અંગે તાપસ કરવામાં આવી રહી છે.