મહીસાગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની SDG કમિટીની બેઠક યોજાઈ

મહીસાગર,

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની SDG કમિટીની બેઠક જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

આ બેઠકમાં મહીસાગર જિલ્લાની હાલની સ્થિતિએ ભૂતકાળમાં નક્કી કરેલ લક્ષ્યાંકનું પ્રેજેન્ટેશન માધ્યમથી મૂલ્યાંકન કરવામાં આવ્યું. જેમાં તમલ એટલે કે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ(ટકાઉ વિકાસ લક્ષ્યાંક) અંતર્ગત આવતા વિવિધ બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ મુદ્દાઓ અંતર્ગત જિલ્લામાં ગરીબીથી મુક્તિ,ભૂખમરાની નાબુદી,સારૂં આરોગ્ય અને સુખાકારી,ગુણવત્તાસભર શિક્ષણ, જાતીય સતામણી, સ્વચ્છ પાણી અને ગટરવ્યવસ્થા,પોષાય તેવી અને સ્વચ્છ ઉર્જા, શ્રેષ્ઠ કામગીરી અને આર્થિક વૃદ્ધિ,ઉદ્યોગ,નવતર પ્રયાસ અને માળખું,અસમાનતામાં ધટાડો,નિરંતર શહેરો અને સમુદાયો, નિરંતર વપરાશ અને ઉત્પાદન, જમીન પરનું જીવન, શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થાઓ બાબતો વિશે જિલ્લાએ હાલની સ્થિતિએ કરેલા કામ અને ભવિષ્યમાં ધ્યાનમાં રાખવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર કે ડી લાખાણીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર, ડીવાયએસપી, આયોજન અધિકારી, ખેતીવાડી અધિકારી, આરોગ્ય અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.