
મહીસાગર,મહીસાગર જીલ્લાના કલેક્ટર ભાવિન પંડ્યાની જામનગર કલેકટર તરીકે બદલી થતાં તેમના માનમાં વિદાય સમારંભનું આયોજન ગઈ કાલે સાંજે લુણાવાડા ફોર સીઝન હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદાય લઇ રહેલા કલેક્ટર ભાવિન પંડ્યાને ફળ, સાકર આપી શાલ ઓઢાડી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પૂર્વ કલેક્ટર ભાવિન પંડ્યા પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, મહીસાગર જીલ્લાની લાગણીશીલ પ્રજાને નતમસ્તક વંદન કરી અહીંથી વિદાય લઇ રહ્યો છું. આ જીલ્લાના લોકો સરકારી તંત્રને ખૂબ આદર અને સન્માન આપે છે. આ જીલ્લામાં કામ કરવાના આત્મસંતોષ સાથે અહીંથી જઇ રહ્યો છું.

આ વિદાય સમારંભમાં જીલ્લા વિકાસ અધિકારી, અધિક નિવાસી કલેકટર, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, મહેસૂલી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
