- મનરેગા યોજનામાં કૌભાંડના મામલે અંદાજીત ૧૩ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ.
- લુણાવાડા, વિરપુર, બાલાસીનોર, સંતરામપુર તાલુકાના મનરેગા કામોમાં ગેરરીતિ કૌભાંડ.
લુણાવાડા, મહિસાગર જીલ્લાના સંતરામપુર, વિરપુર, બાલાસીનોર અને લુણાવાડા તાલુકામાં મનરેગા કામોમાં ઓનલાઈન ડેટા એન્ટ્રીમાં ચેડા કરી ખાનગી એજન્સીના બીલો મૂકી ૭૬,૯૧,૨૫૧/- રૂપીયાનું કૌભાંડ ખુલવા પામ્યું હતું. આ બાબતે મહિસાગર જીલ્લા વિકાસ અધિકારીની સીધી સુચનાથી ચારે તાલુકાના ટી.ડી.ઓ. દ્વારા કૌભાંડમાં સામેલ કર્મચારીઓ અને એજન્સીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવામા આવતાં મહિસાગર જીલ્લામાં ખડભડાટ વ્યાપી જવા પામ્યો છે.
મહિસાગર જીલ્લા લુણાવાડા, વિરપુર, બાલાસીનોર અને સંતરામપુર તાલુકામાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ ૨૦૧૬ની જુદી જુદી એજન્સીઓ અને તાલુકાઓના લોગીન આઈ.ડી., પાસવર્ડ અને ડીજીટલ સીગ્નેચર સર્ટીફિકેટ (ટી.એસ.પી.)નો દુરઉપયોગ કરવામાં આવ્યો અને મનરેગા સોફટવેરમાં જુના કામો ટી-ઓપન કરી તેના ઉપર એજન્સી બદલી નરેગાના સોફટવેર સાથે ચેડા કરી (એફ.ડી.ઓ.) મારફતે સીધા નાણા વેન્ડરોના ખાતામાં ટ્રાન્સફર કરી નાણાંકીય ગેરરીતિ કરેલાનું સામે આવ્યું છે.
મહિસાગર જીલ્લાના સંતરામપુર, લુણાવાડા, વિરપુર, લુણાવાડા તાલુકામાં નરેગા યોજનાના કામો કરવામાં આવેલ નાણાંકીય ગેરરીતિ તપાસ કરવામાં આવતી હતી અને તપાસમાં સાધનીક રેકર્ડ અને સોફટવેર આધારીત પુરાવા મેળવેલ હતા. જેમાં ૭૬,૯૧,૨૫૧/- રૂપીયાની કુલ નાણાંકીય ગેરરીતિ સામે આવી હતી. આ નાણાંકીય ગેરરીતિમાં સંડોવાયેલ જુદી-જુદી એજન્સીની પ્રોપરાઈટર્સ અને તેના વતી વ્યવહાર કરતા ઈસમો તેમજ મનરેગા યોજના કરાર આધારીત કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી. મનરેગા યોજનામાં લાખો રૂપીયાની ગેરરીતિના કૌભાંડમાં મહિસાગર જીલ્લા વિકાસ અધિકારીની સુચનાથી સંતરામપુર, વિરપુર, લુણાવાડા, બાલાસીનોર તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા સ્થાનિક પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવા આવી છે.
ઓનલાઈન ડેટા એન્ટ્રીમાં ચેડા કરી કૌભાંડ આચર્યુ….
મહિસાગર જીલ્લાના સંંતરામપુર, લુણાવાડા, બાલાસીનોર, વિરપુર તાલુકામાં મનરેગા યોજનામાં ૨૦૧૬ થી ૨૦૧૯ના વર્ષ સુધી ઓનલાઈન ડેટા એન્ટ્રીમા ચેડા કરવામાં આવ્યા. ખાનગી એજન્સીના બીલો મૂકી ૭૬,૯૧,૨૫૧/-રૂપીયાનું કૌભાંડ આચરવામાં આવ્યું.
મનરેગા યોજનાના કૌભાંડમાં ૧૩ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ…..
મહિસાગર જીલ્લાના ચાર તાલુકાઓમાં મનરેગા યોજનામાં ડેટા એન્ટ્રીમાં ચેડા કરી લાખો રૂપીયાની ગેરરીતિનું કૌભાંડ ખુલવા પામ્યું છે. આ કૌભાંડમાં એજન્સીઓના પ્રોપરાઈટર અને તેના વતી વ્યવહાર કરતાં ઈસમો, મનરેગાના કરાર આધારીત કર્મચારીઓ, ડી.આર.ડી.એ ઓફિસના કર્મચારીઓ મળી ૧૩ થી વધુ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ.