- સ્પર્ધામાં ભાગ લેવા માંગતા કલાકારોએ અરજી ફોર્મ તા.21/08/2024 સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર પ્રેરિત કમિશ્ર્નર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મહીસાગર દ્વારા સંચાલિત યુવા ઉત્સવ 2024-25 યોજાનાર છે. આ સ્પર્ધા અ વિભાગ -15 થી 20 વર્ષ, બ વિભાગ- 20 થી 29 વર્ષ અને ખુલ્લો વિભાગ 15 થી 29 વર્ષ એમ ત્રણ વિભાગમાં યોજાશે.
યુવા ઉત્સવમાં યોજાનાર સ્પર્ધાઓમાં 1) સાહિત્ય વિભાગમાં વકતૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા, પાદપૂર્તિ, ગઝલ- શાયરી લેખન, કાવ્ય લેખન,દોહા છંદ ચોપાઈ, લોકવાર્તા,2)કલા વિભાગમાં સર્જનાત્મક કારીગરી અને ચિત્રકલા જ્યારે 3) સાંસ્કૃતિક વિભાગમાં લગ્નગીત,હળવું કંઠ્ય સંગીત,લોકવાદ્ય સંગીત,ભજન,સમૂહગીત, એકપાત્રીય અભિનય જેવી કુલ 15 સ્પર્ધાઓ યોજાનાર છે. લોકનૃત્ય,લોકગીત, એકાંકી(હિન્દી/અંગ્રેજી)શાસ્ત્રીય કંઠ્ય સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, અખ વાંસળી, તબલા, વિના, મૃદંગમ, સ્વાર્મોનિયમ(હળવું), ગીટાર, શાસ્ત્રીયનૃત્ય ભરતનાટ્યમ, મણિપુરી, ઓડીસી, કથ્થક, કુચીપુડી, શીઘ્ર વકતૃત્વ(હિન્દી/અંગ્રેજી) એમ મળી કુલ 18 સ્પર્ધાઓ સીધી જીલ્લાકક્ષા યોજાનાર છે. આ ઉપરાંત અ લાઈફ સ્કીલ વિભાગમાં 1)સ્ટોરી રાઈટીંગ 2)પોસ્ટર મેકિંગ 3)ડીકલેમેશન 4)ફોટોગ્રાફીની સ્પર્ધા યોજાનાર છે. જ્યારે બ યુવા કૃતિ વિભાગમાં 1)હેન્ડીક્રાફટ 2) ટેક્ષટાઈલ્સ 3) એગ્રો પ્રોડક્ટની પ્રદર્શન રાજ્ય કક્ષાએ યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટેની એન્ટ્રીઓ પણ મંગાવવામાં આવે છે.
આ સ્પર્ધા તાલુકા કક્ષા,જીલ્લાકક્ષા,પ્રદેશ કક્ષા અને રાજ્યકક્ષા એમ ચાર તબક્કામાં યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા કલાકારોએ આ માટેના અરજી ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,જીલ્લા સેવા સદન,રૂમ નંબર 212 મહીસાગર ખાતેથી મેળવી તા.21/08/2024 સુધીમાં જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મહીસાગરને મળી રહે તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે.