
બાલાસીનોર,મહિસાગર જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા કિસાન કબડ્ડી પ્રતિયોગીતાનુંં લાડવેલ મોધીબા વિદ્યાલય ખાતે આયોજન કરાયું હતું. આ કબડ્ડી પ્રતિયોગીતામાં લુણાવાડા, વીરપુર, ખાનપુર, બાલાસીનોર તાલુકાની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં મહિસાગર જીલ્લા કિસાન મોરચા પ્રમુખ દિનેશ પટેલ, ખેડા જીલ્લા કિસાન મોરચા પ્રભારી દિનેશભાઇ પટેલ, લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખ ભલબેન્દ્રભાઇ પટેલ, કિસાન મોરચા ઉપપ્રમુખ, જીલ્લા પંચાયત સભ્ય ભવાનસિંહ પટેલીયા, લાડવેલ કેળવણી મંડળ ખજાનચી પી.એસ.પટેલ, લુણાવાડા તાલુકા મહામંત્રી અરવિંદભાઇ પટેલ હાજર રહ્યા હતા.