લુણાવાડા,
વિધાનસભાની ચુંટણી આવતાની સાથે લોકો દ્વારા પક્ષમાં જોડાવાનુ અને નીકળવાનુ પ્રક્રિયા ચાલુ થતી હોય છે ત્યારે બાલાસિનોર તાલુકામાં કઈંક અલગ જ બનાવ જોવા મળ્યો હતો. જેમાં તાલુકાના આશરે 44 ગામોના સરપંચોએ અનેક પડતર પ્રશ્ર્નોનુ નિરાકરણ ન આવતુ હોવાનુ કારણ આગળ ધરીને નારાજગી દર્શાવીને ચુંટણી પ્રક્રિયાની કામગીરી બાબતે નિષ્ક્રિય રહેવા અને કોઈ પક્ષનુ કામ ન કરવાનુ નકકી કર્યુ હતુ. આ બાબતે જેઠોલીના સરપંચ દિપક પંચાલે બાલાસિનોર તાલુકાના અનેક સરપંચના પ્રશ્ર્નોનુ નિરાકરણ ન આવતા ચુંટણીલક્ષી કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તેમ જણાવ્યુ હતુ. આ બાબતે 30થી 35 પંચાયતોના ગ્રામ સરપંચોની મિટીંગ યોજાઈ હતી. સરપંચોએ તેમણે ચુંટણી ટાંણે પાટીર્ર્ના સભ્યો દ્વારા કોઈ પુછવામાં આવતુ ન હોવાના કારણે ચુંટણીમાં કોઈપણ પક્ષનુ કામ કરવા નહિ તથા ચુંટણી પ્રક્યિામાંથી દુર રહેવા સરપંચો દ્વારા નકકી કરાયુ છે. વિધાનસભામાં ત્રિપાંખીયો જંગ જામી ચુકયો છે ત્યારે સરપંચ એસોસિએશન દ્વારા કામગીરી ન કરવાથી ચુંટણી કયા ઉમેદવારને નુકસાન જશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.